November 23, 2024

સુરત પોલીસ દ્વારા ચૂંટણીને લઈને ફૂટ પેટ્રોલિંગ સહિત વાહનચેકિંગની કામગીરી

અમિત રુપાપરા, સુરતઃ લોકસભાની ચૂંટણીને લઈને સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકસભાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે થાય તે માટે સુરત શહેર પોલીસ દ્વારા અનેક વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે.

પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીની વાત કરવામાં આવે તો 12,710 વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું છે. 510 જેટલા શંકાસ્પદ સ્થળો પર ચેકિંગની કામગીરી કરવામાં આવી છે. 411 હિસ્ટ્રીશિટર કાર્ડવાળા ઇસમોને તપાસવામાં આવ્યા હતા. 769 એમસીઆર કાર્ડવાળા ઇસમોને ચેક કરવામાં આવ્યા હતા. 174 સામે ગેરકાયદેસર હથિયાર એટલે કે છરી, ચપ્પુ, તલવાર, લાકડીના ફટકા રાખવા બાબતેના કેસ કરવામાં આવ્યા હતા. 194 સક્રિય ગુનેગારોને તપાસવામાં આવ્યા હતા. આ ઉપરાંત 277 જેટલા ટપોરીઓની પણ તપાસ કરવામાં આવી હતી. 174 તડીપાર ઈસમોને પણ તપાસવામાં આવ્યા હતા. મોટર વ્હિકલ એક્ટ હેઠળ 310 કેસ કરવામાં આવ્યા હતા. તડીપાર ભંગ કરેલા 20 ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. દારૂ પીને વાહન ચલાવનારા 83 સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ભયજનક રીતે વાહન ચલાવવા બદલ 46 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ઉપરાંત સુરત શહેર પોલીસ દ્વારા લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદથી આજ દિન સુધી 53 ઇસમો સામે પાસાનો હુકમ કરવામાં આવ્યો હતો. 91 ઈસમો સામે તડીપારની દરખાસ્ત કરવામાં આવી હતી. 4 એનડીપીએસના કેસ કરવામાં આવ્યા હતા. આર્મ્સ એક્ટ અનુસાર 8 કેસ કરવામાં આવ્યા હતા. પ્રોહિબિશનના 1550 કેસ કરવામાં આવ્યા હતો. આ ઉપરાંત જુગારધારા હેઠળ 46 કેસ કરવામાં આવ્યા અને 19,114 ઇસમો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા.

સુરત શહેરમાં મતદાન નહીં થાય તેવી અફવા બાબતે સુરત પોલીસ કમિશનર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, સુરતમાં નવસારી અને બારડોલી લોકસભાનો પણ મતવિસ્તાર આવેલો છે. એટલા માટે બારડોલી અને નવસારી લોકસભા હેઠળ જેટલી પણ વિધાનસભા સુરતમાં આવે છે.