December 9, 2024

ઠંડીમાં મૂળાના પાનનું શાક આ રીતે બનાવો, ખાવાની મજા પડી જશે

Mooli Leaves Recipe: શિયાળાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે. આ સિઝનમાં અલગ અલગ શાક અને સલાડ મળતું રહેશે. ઘણા લોકો મુળા ખાઈને તેના પાન કચરામાં ફેંકી દે છે. પરંતુ શું તમે જાણો છો કે મૂળાના પાનને ફેંકી દેવાને બદલે તમે તેનો ઉપયોગ કરી શકો છો. એ પણ તમારા આહારમાં.

આ પણ વાંચો: બંધારણ દિવસ પર્વ પર રૂ.75નો સિક્કો જાહેર, સંવિધાન માટે કહી મોટી વાત

મૂળાના પાનનું શાક
મૂળાના પાન અને મૂળાને અલગ કરી દો. આ પછી તેને સાફ પાણીથી સાફ કરી દો. આ પછી તમારે તેમાં રહેલું પાણી નિતારી દેવાનું રહેશે. હવે એક તપેલી લેવાની રહેશે. આ પછી તમારે તેલ નાંખવાનું રહેશે. હવે તેમાં રાય, હિંગ અને જીરું ઉમેરવાનું રહેશે. લસણની 4-5 ઝીણી કળી નાંખવાની રહેશે. હવે તમારે તેમાં લીલા મરચાં નાંખવાના રહેશે. હવે તમારા સ્વાદ પ્રમાણે તમારે મસાલા એડ કરવાના રહેશે. મીઠું ઉમેરવાનું રહેશે. હવે તમારે તેમાં મૂળા અને તેના પાન નાખીને મિક્સ કરી દેવાનું રહેશે. આ પછી તેને સારી રીતે પકાવવાનું રહેશે. આ પછી તમારે તેને શાકની જેમ બનાવવાનું રહેશે. તો તૈયાર છે તમારું મૂળાના પાનનું શાક.