December 8, 2024

Amit Shah સહિત સિનિયર નેતા રિપિટ, Chirag Paswan-Anupriya Patel પણ મંત્રી બનશે

અમદાવાદઃ નરેન્દ્ર મોદી ત્રીજીવાર વડાપ્રધાન પદના શપથ લેવાના છે. ત્યારે તેમની સાથે કેટલાક મંત્રીઓ પણ શપથ લેશે. જેમાં મુખ્ય ચાર કેબિનેટ મંત્રી પણ શપથ લે તેવી શક્યતા છે.

NDAની વાત કરીએ તો, તમામ પક્ષમાંથી એક-એક મંત્રી બનાવવામાં આવશે. જેમાં LJPમાંથી ચિરાગ પાસવાન મંત્રી પદના શપથ લેશે. ત્યારબાદ અપના દળના અનુપ્રિયા પટેલ પણ મંત્રી પદના શપથ લે તેવી શક્યતા છે. આ ઉપરાંત RLDમાંથી જયંત ચૌધરી પણ મંત્રી પદના શપથ લે તેવી શક્યતા છે. જનતા દલ(S)ના HD કુમારાસ્વામીને પણ મંત્રી બનાવવામાં આવશે.

આ પણ વાંચોઃ નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધી-અટલજી સહિત શહીદોને શ્રદ્ધાંજલિ આપી

ભાજપની વાત કરવામાં આવે તો, સિનિયર સાંસદોને તક આપવામાં આવશે તે નક્કી જ છે. જેમાં પૂર્વ કેબિનેટ મંત્રીઓને ફરીથી રિપિટ કરવામાં આવે તેવી શક્યતા છે. જેમાં અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રહ્લાદ જોશીને પણ મંત્રી બનાવવામાં આવશે તેવી અટકળો ચાલી રહી છે.

સંભવિત મંત્રીઓના નામ
રાજનાથ સિંઘ
અમિત શાહ
નીતિન ગડકરી
અર્જુન રામ મેઘવાલ
શિવરાજ સિંઘ ચૌહાણ
જ્યોતિરાદિત્ય સિંધિયા
અન્નામલાઈ
મનોહરલાલ ખટ્ટર
સર્બાનંદ સોનેવાલ
કિરણ રિજ્જુ
રાવ ઇન્દ્રજિત
કમલજિત સહેરાવત
રક્ષા ખડસે
કે.રામમોહન નાઇડુ
ચંદ્રશેખર પેમ્માસાની
લલ્લન સિંઘ
રામનાથ ઠાકુર
જયંત ચૌધરી
ચિરાગ પાસવાન
HD કુમારસ્વામી
પ્રતાપરાવ જાધવ
ચંદ્રપ્રકાશ ચૌધરી
રામદાસ આઠવલે

રાષ્ટ્રપતિ ભવનમાં સાંજે યોજાશે શપથ ગ્રહણ સમારોહ
ત્રીજીવાર વડાપ્રધાન બનનારા દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પછી તેઓ બીજા અને પ્રથમ બિન-કોંગ્રેસી નેતા હશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાંજે 7:15 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં એક ભવ્ય સમારોહમાં મોદીને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવશે. મોદીની સાથે મંત્રી પરિષદના સભ્યો પણ શપથ લેશે. સાત રાષ્ટ્રોના સરકારના વડાઓ, અનેક દેશોના રાજદૂતો-ઉચ્ચાયુક્તો, દેશના વિવિધ ક્ષેત્રોની પ્રતિષ્ઠિત હસ્તીઓ સહિત લગભગ આઠ હજાર લોકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે.