December 8, 2024

વઢવાણ ખાતે નાયબ મુખ્ય દંડકે યોજ્યો નવા વર્ષે સ્નેહમિલન કાર્યક્રમ

વિજ્ય ભટ્ટ, સુરેન્દ્રનગર: દિવાળી અને નવા વર્ષની સમગ્ર જિલ્લામાં હર્ષ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વઢવાણના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર દેશ રાજ્ય સહિત જીલ્લામાં દિવાળી પર્વ તેમજ નવા વર્ષની હર્ષ ઉલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નાયબ મુખ્ય દંડક અને વઢવાણનાં ધારાસભ્યના નિવાસ સ્થાને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. જેમાં વઢવાણ તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં લોકો અને શહેરીજનો તેમજ ભાજપના રાજકીય આગેવાનો હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ નવા વર્ષની તમામ શહેરીજનો મતદારો અને કાર્યકરોનોને નવા વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.