October 4, 2024

ફાઇનલમાં હાથમાં ઈજા હોવા છતાં કર્યો થ્રો, નિરજની પ્રતિક્રિયા આવી સામે

Neeraj Chopra Diamond League 2024 Final: નિરજ ચોપરા માત્ર એક સેન્ટિમીટરથી ડાયમંડ લીગ 2024 ટાઇટલ જીતવામાં ચૂકી ગયો હતો. ફાઇનલમાં તેણે 87.86 મીટરનો શ્રેષ્ઠ થ્રો કરીને બીજા સ્થાને રહ્યો હતો. ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેણે 87.87નો શ્રેષ્ઠ થ્રો કર્યો હતો. ત્યારે હવે તેણે ટાઈટલના જીતવાનું મોટું કારણ આપ્યું છે.

નિરજ ચોપરાની પ્રતિક્રિયા આપી
નિરજ ચોપરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી. વર્ષ દરમિયાન મેં એક વાત સીખી છે કે તે તમામ બાબતો પર હું પાછળ જોઉં છું. એક્સ-રેમાં જાણવા મળ્યું કે મને મારા ડાબા હાથમાં ફ્રેક્ચર થયું છે. મારા માટે આ બીજી પીડાદાયક પડકાર હતો. મને લાગે છે કે તે એક સિઝન હતી જેમાં મેં ઘણું શીખ્યું. હું સંપૂર્ણ રીતે ફિટ છું અને પુનરાગમન કરવા માટે તૈયાર છું. હું તમારા સમર્થન માટે તમારા બધાનો આભાર માનવા માંગુ છું. 2024 એ મને એક સારો એથ્લેટ અને વ્યક્તિ બનાવ્યો છે હવે 2025 માં મળીશું.

આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલી બનાવી શકે છે આ રેકોર્ડ

ઓલિમ્પિક મેડલ જીત્યા
નિરજ ચોપરાના નિવેદનથી સ્પષ્ટ છે કે તે ફાઇનલમાં ઈજા હોવા છતાં તે હાથ સાથે રમ્યો હતો. ઈજાને કારણે તે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શક્યો નહોતો. ફાઇનલમાં નિરજના ત્રણ થ્રો 85 મીટરથી ઓછા હતા.

ડાયમંડ લીગ ફાઇનલમાં નીરજ ચોપરાના થ્રો

  • પ્રથમ ફેંક- 86.82 મી
  • બીજો થ્રો – 83.49 મીટર
  • ત્રીજો થ્રો – 87.86 મીટર
  • ચોથો થ્રો – 82.04 મીટર
  • પાંચમો થ્રો – 83.30 મીટર
  • છઠ્ઠો થ્રો – 86.46 મીટર