September 8, 2024

ડુંગળીનું તેલ આ રીતે ઘરે તૈયાર કરો, ખરતા વાળ અટકી જશે

Onion Oil At Home: આજકાલ દરેક વ્યક્તિ વાળ ખરવાથી સમસ્યાથી પરેશાન જોવા મળે છે. જો તમે પણ વાળ ખરવાની સમસ્યાથી કંટાળી ગયા છો તો તમારે ડુંગળીનું તેલ માથામાં લગાવવું જોઈએ. ડુંગળીનું તેલ ઘરે બનાવી શકાય છે. તેના માટે તમારે આ તેલને બહાર લેવાની જરૂર નથી. અમે તમને જણાવીશું કે ડુંગળીનું તેલ ઘરે કેવી રીતે બનાવી શકાય.

ડુંગળીનું તેલ કેવી રીતે બનાવવું
ડુંગળીનું તેલ તૈયાર કરવા માટે તમારે 200 ગ્રામ નારિયેળનું તેલ લેવાનું રહેશે. જો તમે નારિયેલનું તેલ ના લેવા માંગતા હોવ તો તમે તમારું મનપસંદ તેલ લઈ શકો છો. ત્યારબાદ તમારે તેલ ગરમ કરવાનું રહેશે. 1 મોટી સમારેલી ડુંગળી ઉમેરવાની રહેશે. આ પછી તમારે તેમાં લવિંગ નાંખવાનું રહેશે. ડુંગળી તળાઈ જાય અને તેલ ઠંડુ થઈ જાય ત્યારે તેને એક બાઉલમાં કાઢી લેવાનું રહેશે.

આ પણ વાંચો: શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે બનાવો ઉપવાસમાં આ સ્મૂધીની રેસિપી

ડુંગળીનું તેલ લગાવવાથી શું થાય છે?
ડુંગળીનું તેલ વાળ માટે ફાયદાકારક છે. ડુંગળીમાં એન્ઝાઇમ હોય છે જે વાળને વધારવા માટે મદદ કરે છે. ડુંગળીનું તેલ લગાવવાથી વાળની ​​જાડાઈ વધે છે અને વાળ જાડા થાય છે. આ તેલ લગાવવાના કારણે તમારા વાળને ખરવાની સમસ્યા દૂર થશે. ડુંગળીનું તેલ કુદરતી કંડીશનર તરીકે કામ કરે છે.