December 9, 2024

દિવાળી પર ફૂડ કંટ્રોલ આ રીતે પણ કરી શકાય

Tips to Manage Overeating: દિવાળીનો તહેવાર રોશનીનો તહેવાર મનાય છે. મીઠાઈઓ અને ખુશીઓથી ભરેલો હોય છે આ તહેવાર. આ દિવસ પરિવાર અને મિત્રો સાથે ઉજવવાનો અને સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ લેવાનો છે. આ તહેવાર દરમિયાન ઘણીવાર સ્વાદિષ્ટ ખોરાક ખાવા પર કંટ્રોલ ન થાય એ સ્વાભાવિક છે. વધુ પડતું ખાવાથી ન માત્ર વજન વધે છે પરંતુ પાચનતંત્ર પણ બગડે છે. તેથી, તહેવારોની સિઝનમાં અતિશય ફૂડ તહેવારના રંગોને બગાડી શકે છે. ચાલો જાણીએ કે કેવી રીતે દિવાળી પર સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણતી વખતે અતિશય ખાવું ટાળી શકો છો.

અતિશય આહાર શા માટે થાય છે?

કૌટુંબિક વાતાવરણ
દિવાળી પર પરિવાર અને મિત્રો સાથે મળીને ભોજન બનાવવું અને ખાવું એ સામાન્ય બાબત છે. આ વાતાવરણમાં સ્વાદિષ્ટ ખોરાક ખાવાની લાલચ ઘણી વધી જાય છે.

મિઠાઈઓ
દિવાળી પર મીઠાઈઓનું પ્રમાણ વધારે હોય છે. તેમનો સ્વાદ એટલો આકર્ષક છે કે આપણે આપણી જાતને રોકી શકતા નથી. દરમિયાન ઘણા પ્રકારના કામ કરવામાં આવે છે જેના કારણે થોડો તણાવ રહે છે. તણાવમાં હોય ત્યારે, આપણે ઘણીવાર ખોરાક વધારે ખાઈને તણાવ ઘટાડવાનો પ્રયાસ કરીએ છીએ.

થોડી થોડી વારે જમો
મોટા ભાગોમાં ખોરાક એકસાથે ખાવાને બદલે થોડા થોડા અંતરે જમો. તેનાથી તમારું પેટ ઝડપથી ભરાશે અને તમે વધુ પડતું ખાવાથી બચી શકશો.

ધીરે ધીરે ખાઓ
ઝડપથી ખાવાને બદલે ધીમે ધીમે ખાઓ. ધીમે ધીમે ખાવાથી ભૂખ ઝડપથી સંતોષાશે અને વધુ પડતું ખાવાનું ટાળી શકશો.

પાણી પીવો અચૂક
ભોજન પહેલા અને જમવાની વચ્ચે પાણી અવશ્ય પીવું. તેનાથી તમારું પેટ ઝડપથી ભરાશે અને તમે વધુ પડતું ખાવાથી બચી શકશો. જમીને ક્યારેય પાણી ન પીવું જોઈએ.

સલાડ અને ફળોને પ્રાધાન્ય આપો
મીઠાઈઓ અને અન્ય તળેલા ખોરાકને બદલે સલાડ અને ફળોને પ્રાધાન્ય આપો. આ પોષણ પણ આપશે અને ભૂખ ઓછી કરશે.

જાતને વ્યસ્ત રાખો
જ્યારે ખાવાનું મન થાય ત્યારે જાતને વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરો. જ્યારે કંટાળો આવે છે. ત્યારે વધુ ખાવાનું મન થાય છે. કોઈ પુસ્તક વાંચી શકો છો, ગીતો સાંભળી શકો છો અથવા કોઈ મિત્ર સાથે વાત કરી શકો છો.

ફાઈબરથી ભરપૂર ખોરાક લો
ફાઈબરથી ભરપૂર ખોરાક લાંબા સમય સુધી ભરપૂર રાખશે અને વધુ પડતું ખાવાનું ટાળી શકશો.

આ પણ વાંચો: આ રીતે બનાવો સુરતની પ્રખ્યાત ઘારી, વાંચો સંપૂર્ણ રેસિપી

વ્યાયામ
દિવાળી દરમિયાન નિયમિત કસરત કરવાથી તમારું પાચનતંત્ર સ્વસ્થ રહેશે, વજન પણ નિયંત્રણમાં રહેશે. મીઠાઈઓ મર્યાદિત માત્રામાં ખાઓ – મીઠાઈનો સ્વાદ લેવો ઠીક છે પરંતુ તેને મર્યાદિત માત્રામાં જ ખાઓ.