November 23, 2024

પાલનપુરના એરોમા સર્કલે રોડ ખોદી નાંખતા વાહનચાલકો પરેશાન

palanpur eroma circle Due to the negligence of officers motorists are disturbed

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ પાલનપુરમાં વહીવટી તંત્રની બેદરકારીએ હજારો વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે, તો રાહદારીઓ પણ પરેશાન થઈ રહ્યા છે. ગમે ત્યારે અકસ્માતની ભીતિ છે. એરોમા સર્કલ પર ટ્રાફિકના નિયંત્રણ માટે એક્શન પ્લાન તો ઘડ્યો પરંતુ તેના પણ અમલીકરણ ન થતા આજે છેલ્લા એક માસથી વાહનચાલકો અકસ્માતના ભયના ઓથાર હેઠળ પાલનપુરના માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે, પરંતુ આ સમસ્યાનું નક્કર કોઈ સમાધાન નથી.

પાલનપુરના એરોમા સર્કલ પર ટ્રાફિક સમસ્યાની બુમરાડને લઈને માર્ગ અને મકાન વિભાગ એરોમાં સર્કલ આસપાસના રસ્તા પહોળા કરી અને ટ્રાફિક સમસ્યા દૂર થાય તેવો એક્શન પ્લાન બનાવીએ અને તેના પર અમલ કરવાનું નક્કી કર્યું હતું. પાલનપુરના એરોમા સર્કલની પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા પાલનપુર શહેરમાંથી એરોમાં સર્કલ તરફ જવાના રસ્તા અને ફૂટપાથને ખોદી નાખવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ ચૈત્રી પૂનમને લઈને ચોટીલા જતા માર્ગો પદયાત્રીઓથી ઉભરાયાં, ઠેર-ઠેર સેવા કેમ્પનું આયોજન

લગભગ દોઢ માસ અગાઉ પાલનપુરથી એરોમા સર્કલ તરફ જવાનો માર્ગ ખોદી નાંખ્યો હતો અને ત્યારબાદ આજ દિન સુધી નથી તો તેનું કામ હાથ ધરવામાં આવ્યું નથી કે આ રોડ પણ પહોળો કરવામાં આવ્યો નથી. તેને કારણે હજારો વાહનચાલકો ત્યાંથી અકસ્માતના ભયના ઓથાર હેઠળ પસાર થઈ રહ્યા છે. ત્યારે રાહદારીઓ તો ચાલી શકતા જ નથી.

વાહનચાલકોનું માનવું છે કે, તંત્રની બેદરકારીને કારણે હાલ આ સમસ્યા ઊભી થઈ છે. કારણ કે એરોમા સર્કલની ચારેબાજુ જ સર્કલ પહોળું કરવાનું હતું. ત્યાં આ કામ કરવાની જરૂર હતી. પરંતુ તેના બદલે શહેરમાંથી પસાર થતા માર્ગ અને ફૂટપાથને ખોદી નાંખ્યો છે. હવે માર્ગ અને મકાન વિભાગ પાસે આ સમસ્યાનો કોઈ હલ નથી અથવા તો અત્યારે કોઈ જવાબ નથી. તેને કારણે હજારો લોકો અને વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયાં છે. ત્યારે નાગરિકોની માગણી છે કે, જે રસ્તો છે તે જલ્દીથી બનાવવામાં આવે અને લોકોને ઉપયોગી થાય તેવું કરવું જોઈએ.

આ પણ વાંચોઃ મહેસાણા લોકસભા બેઠકનો ઇતિહાસ, જાણો તમામ માહિતી

બેજવાબદારીને કારણે અત્યારે તો હજારો લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. રાહદારીઓ પરેશાન છે ત્યારે જ્યાં માર્ગ છે ત્યાં લારીગલ્લા અને રેકડીધારકોએ અડિંગો જમાવી દીધો છે. તેને કારણે આ રોડ પર ચાલવાની જગ્યા ન રહેતા ત્યાં ટ્રાફિકની સમસ્યા થાય છે. અકસ્માત થવાનો ભય છે. એટલે લોકો તંત્રનું આ મૂર્ખામી ભર્યું પગલું ગણાવી રહ્યા છે.