December 14, 2024

હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીની આગાહી – આ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડી પડશે

જૂનાગઢઃ ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ આગાહી કરી છે. જેમાં તેમણે આગામી સમયમાં હાડ થીજવતી ઠંડી પડશે તેવી આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ જણાવ્યુ છે કે, ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડી પડશે. વર્ષ 2020 અને 2022માં સૌથી વધુ ઠંડી પડી હતી. બે વર્ષ પહેલાં જે સૌથી ઓછું તાપમાન હતું, તે હાલનું તાપમાન છે અને હજુ આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે.’

તેઓ વધુમાં જણાવે છે કે, ‘બે દિવસમાં પવનની ગતિ ધીમી પડતાં ઠંડીમાં રાહત મળે તેવી શક્યતા છે. ડિસેમ્બરના આગામી છેલ્લા અઠવાડિયામાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે.’