November 24, 2024

PIની તાનાશાહી: શહેરના બે PSIએ માનસિક ત્રાસ આપતા હોવાની કરી ફરિયાદ

મિહિર સોની,અમદાવાદ: શહેરના નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે PSIએ PIના ત્રાસથી કંટાળી ગયા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે, જેમાં એક PSIએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે PIના ત્રાસ થી મને આપધાત કરવાનો વિચાર આવે છે. બીજા અન્ય એક PSIએ કંટ્રોલ રૂમ ફોન કરી ને કહ્યું કે PI દર વખતે બંદોબસ્તમાં મોકલી મને હેરાન કરી રહ્યા છે. આ ધટના બાદ શહેર પોલીસ કમિશનર દ્વારા H ડિવિઝન ACP તપાસ સોંપાઈ છે.

PSI જયંતિ શિયાળે લેખિતમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરને PI કે.ડી જાટ દ્વારા માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી છે. PSI જે.વી.શિયાળે આરોપ લગાવ્યો છે કે PI દ્વારા સતત ત્રાસ આપવામાં આવી રહ્યો છે. જેથી મને આપઘાત કરવાના વિચારો આવે છે. આ બાબતને લઇને તેમણે ઉચ્ચ અધિકારીઓથી માંડીને ગૃહ વિભાગ સુધી પત્ર લખ્યો છે. PSI રાજેશ યાદવએ ગત્ત મોડી રાત્રે શહેર કંટ્રોલ રૂમમાં ફોન કરીને PI જાટ વિરુદ્ધ આરોપ લગાવ્યો છે અને કહ્યું કે કોઈ પણ બંદોબસ્ત હોય મને મોકલી ખોટી રીતે હેરાન કરે છે. અન્ય કોઈ PSI બંદોબસ્ત આપતા જ નથી. જેને લઇ PSI યાદવે નિકોલ પોલીસના ગ્રૂપમાં માથાકૂટ કરી હતી. આ ગ્રૂપની ચેટ સામે આવી હતી.

જોકે બંને PSI દ્વારા કરવામાં આવેલ ફરિયાદને લઈને ACP H ડિવિઝન R.D ઓઝાને તપાસ સોંપવામાં આવી છે. જેમાં તપાસ અધિકારી દ્વારા બંને PSI ઉપરાંત PI કે.ડી જાટ ને બોલાવીને તેમના નિવેદન લેવામાં આવશે. આ ઉપરાંત બંને PSIના પાછલા બે મહિનાના કામગીરીના રેકોર્ડ પણ તપાસવામાં આવશે. જે નિવેદન અને તપાસ બાદ રિપોર્ટ તૈયાર કરી ઉચ્ચ અધિકારી ને સોંપવામાં આવશે.

નોંધનીય છે કે PSI શિયાળે લખેલ લેટરમાં ઉલ્લેખ કાર્યો છે કે, PI કે.ડી જાટ ઓગસ્ટ 2022થી નિકોલ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે. તેઓ અવારનવાર સ્ટાફના માણસો અને અધિકારીઓને મન ફાવે તેમ ગાળો બોલી અપમાન કરે છે. તેમના ત્રાસથી નિકોલ પોલીસ સ્ટેશનના સાતથી આઠ માણસો સ્વેચ્છાએ નિકોલ પોલીસ સ્ટેશન ખાતેથી બદલી કરાવી અને કંટ્રોલરૂમ ખાતે બદલી કરાવી લીધી છે. આ ઉપરાંત ASI જલ્પાબેનને પણ તેઓની ફરજ દરમિયાન અવારનવાર ગાળો બોલી અપમાનિત કરતા હોવાથી તેઓએ સેક્ટર 2 સાહેબને મૌખિક રજૂઆત પણ કરી છે. PSI શિયાળે આ પ્રકારનો લેટર માં ઉલ્લેખ કર્યો છે.

નિકોલ PI ના ત્રાસથી કંટાળીને PSIએ લખ્યો પત્ર

PSI શિયાળે પત્ર લખ્યા બાદ ગઈકાલે રાત્રે વધુ એક પીએસઆઇ રાજેશ યાદવ એ પણ કંટ્રોલ રૂમમાં ફોન કરીને PI કેડી ઝાટ સામે ફરિયાદ કરી હતી. PSI યાદવ એક કરેલ ફરિયાદ પ્રમાણે PI ઝાટ વારંવાર તેમને ક્રિકેટ બંદોબસ્ત સોંપવામાં આવે છે અને માનસિક ત્રાસ આપે છે જેથી તેઓ પણ આપઘાત કરવાનો વિચાર આવે છે. જોકે આ ધટના બાદ PSI શિયાળને ન્યૂઝ કેપિટલ ટીમે સંપર્ક કરી પૂછતા તેણે હાથ જોડી કહ્યું કે મારે કશું કહેવું નથી. ત્યારે અન્ય PSI યાદવ ફોન ઉપાડ્યો હતો નહીં. બીજી બાજુ આ ધટના થી PI કે. ડી જાટ ફોન પર વાતચીત કરતા કહ્યું કે આમાં મારે કશું નથી કહેવું તપાસ ચાલી રહી છે. ત્યારે જોવું રહ્યું કે PI માનસિક ત્રાસ આપતા હોવાના પુરાવા મળ્યા બાદ તેની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે.