PM મોદીએ કર્યું નમો ભારત કોરિડોરનું ઉદ્ઘાટન, દિલ્હીથી મેરઠ સુધીની મુસાફરી હવે સરળ

Narendra Modi: પીએમ મોદીએ આજે ​​દિલ્હીમાં વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું છે. જેમાં નમો ભારત ટ્રેન કોરિડોરનું વિસ્તરણ અને દિલ્હી મેટ્રોના ચોથા તબક્કાના વિસ્તરણનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: દિલ્હી-NCRના આકાશમાં ધુમ્મસ છવાયું, જાણો આજે કેવું રહેશે હવામાન

સાહિબાબાદથી ન્યૂ અશોક નગરની યાત્રા
મોદીએ સાહિબાબાદથી ન્યૂ અશોક નગરની યાત્રા કરી હતી. આ ટ્રેન મુસાફરો માટે આજે સાંજે 5 વાગ્યાથી શરૂ થવાની છે. ન્યૂ અશોક નગર સ્ટેશનથી મેરઠ દક્ષિણનું ભાડું સ્ટાન્ડર્ડ કોચ માટે રૂપિયા 150 અને પ્રીમિયમ કોચ માટે રૂપિયા 225 છે. અધિકારીઓએ પેલી માહિતી પ્રમાણે આ પહેલીવાર છે જ્યારે નમો ભારત ટ્રેનો ભૂગર્ભ વિભાગ પર દોડશે. આ ઉદ્ઘાટન સાથે નમો ભારત ટ્રેન હવે દિલ્હી પહોંચશે. મોદીએ સાહિબાબાદ અને ન્યૂ અશોક નગર વચ્ચે લગભગ રુપિયા 4,600 કરોડના ખર્ચે બનેલ દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ નમો ભારત કોરિડોરના 13 કિલોમીટરના પટ્ટાનું ઉદ્ઘાટન કર્યું.

ભારતમાં મેટ્રો નેટવર્કને લગતી ખાસ બાબતો
દિલ્હી મેટ્રોની શરૂઆત 2002માં થઈ.
11 રાજ્યોના 23 શહેરોમાં મેટ્રો રેલ નેટવર્ક વિસ્તર્યું.
છેલ્લા 10 વર્ષમાં મેટ્રો નેટવર્ક 3 વખત વિસ્તર્યું.
2014માં ભારતમાં મેટ્રો રેલ નેટવર્ક 248 કિલોમીટરનું હતું જે હવે વધીને 1000 કિલોમીટર થઈ ગયું.
આજે 1 કરોડથી વધુ મુસાફરો દરરોજ મેટ્રોમાં મુસાફરી કરે છે.
2014માં મુસાફરી કરતા અત્યારે મુસાફરોની સરખામણીમાં 2.5 ગણા વધુ છે.