એકબાજુ વિક્રાંતની નિવૃતિની જાહેરાત… તો બીજી તરફ PM મોદી જોશે તેની ફિલ્મ ‘The sabarmati report’
PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4 વાગ્યે ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ જોશે. પીએમ મોદી આ ફિલ્મના વખાણ કરી ચૂક્યા છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસી લીડ રોલમાં છે. આ ફિલ્મ ગુજરાતની જાણીતી ગોધરાની ઘટના પર આધારિત છે. PM નવી દિલ્હીના બાલયોગી ઓડિટોરિયમમાં આ ફિલ્મ જોશે.
ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ ગયા મહિને 15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મની રિલીઝ દરમિયાન પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફિલ્મના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે એ સારી વાત છે કે હવે સત્ય બહાર આવી રહ્યું છે અને તે પણ એવી રીતે કે સામાન્ય લોકો પણ જોઈ શકે. નકલી વાર્તા માત્ર થોડા સમય માટે જ ચાલે છે. અંતે હકીકતો બહાર આવે છે.”
PM Modi will watch the film 'The Sabarmati Report' today at 4 pm at Balyogi Auditorium in Parliament
(File photo) pic.twitter.com/hKCHE0Vzgh
— ANI (@ANI) December 2, 2024
ફિલ્મને લઈને પીએમ મોદીની પોસ્ટ
પીએમ મોદીએ એક પોસ્ટને રીટ્વીટ કરીને ફિલ્મની પ્રશંસા કરી હતી. ફિલ્મ સંબંધિત આ પોસ્ટ એક પત્રકાર દ્વારા કરવામાં આવી હતી. આ ફિલ્મ 2002માં ગોધરામાં બનેલી ટ્રેન સળગાવવાની ઘટના પર આધારિત છે.
આ પણ વાંચો: મારા 9 મહિનાના બાળકને ધમકી, જે હજી ઉભો થઈને ચાલતા પણ… Vikrant Masseyનું નિવેદન વાયરલ
પીએમ મોદીની જેમ શાહે પણ વખાણ કર્યા હતા
પીએમ મોદી જ નહીં પરંતુ ગૃહમંત્રી અમિત શાહે પણ ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા છે. અમિત શાહ ગયા મહિને 22 નવેમ્બરે ફિલ્મના નિર્માતાઓને પણ મળ્યા હતા. સોશિયલ મીડિયા પર ફિલ્મના નિર્માતાઓની તસવીર પોસ્ટ કરતા અમિત શાહે કહ્યું, “ધ સાબરમતી રિપોર્ટની ટીમને મળ્યો અને સત્ય બહાર લાવવાની તેમની હિંમત બદલ અભિનંદન આપ્યા.” કેન્દ્રીય ગૃહ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ ફિલ્મ જૂઠાણા અને ભ્રામક તથ્યોને ઉજાગર કરે છે અને સત્યને બહાર લાવે છે જે રાજકીય હિતોને પૂરા કરવા માટે લાંબા સમયથી દબાવી દેવામાં આવ્યું હતું.
આ ફિલ્મ યુપી-એમપીમાં ટેક્સ ફ્રી છે
કેટલાક રાજ્યોમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી ડો.મોહન યાદવે આ ફિલ્મને તેમના રાજ્યમાં ટેક્સ ફ્રી કરી. આટલું જ નહીં તેમણે તેમના કેબિનેટ સાથીદારો સાથે ફિલ્મ પણ જોઈ. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ વિષ્ણુ દત્ત શર્મા પણ હાજર હતા.