December 9, 2024

ખ્યાતિ હોસ્પિટલના આરોપીઓના હવાતિયાં, રાજશ્રી કોઠારીએ કરી આગોતરા જામીન અરજી

અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલના ભાગેડું આરોપીઓ ધરપકડથી બચવા હવાતિયાં મારી રહ્યા છે. આરોપી રાજશ્રી કોઠારીની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. હાલ રાજશ્રી કોઠારી પોલીસ પકડથી દૂર છે. તમને જણાવી દઈએ કે, રાજશ્રી કોઠારી વિરૂદ્ધ 3 ફરિયાદ નોંધાઈ છે. ત્રણે ફરિયાદ પર આગોતરા જામીનની માંગ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર ખ્યાતિ હોસ્પિટલના આરોપી રાજશ્રી કોઠારીએ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. હાલ રાજશ્રી પોલીસ પકડથી છે. આ અગાઉ
અગાઉ સંજય પટોડીયા પણ ખ્યાતિ હોસ્પિટલ કેસમાં આગોતરા જામીન માંગી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 19 લોકોની કહ્યા વગર એન્જીયોગ્રાફી કરી હતી. જે બાદ 2 લોકોના મોત થયા હતા. જેને લઈને પરિવારજનોએ હોબાળો કર્યો હતો. ત્યારબાદ હવે ખ્યાતિ હોસ્પિટલને લઈને રોજ નવા ખુલાસા થી રહ્યા છે.

આ પણ વાંચો: BZ ફાયસાન્સ ગ્રુપનો મામલો, હિંમતનગરમાં અક્ષર લેબોરેટરીનો માલિક નીકળ્યો એજન્ટ ધવલ પટેલ