Republic Day 2025:ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં કર્યુ ધ્વજવંદન

ગાંધીનગર: ગાંધીનગરમાં 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં સેક્ટર-11માં રામકથા મેદાન ખાતે ધ્વજવંદન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર, રાજ્ય સરકારના સિનિયર અધિકારીઓ અને પોલીસ વડા પણ ધ્વજવંદન કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. હર્ષ સંઘવીએ ખુલ્લી જીપમાં સમગ્ર પરેડનું નિરીક્ષણ કર્યું હતું. મેદાનમાં મહિલા પોેલીસ દ્વારા પણ ગ્રાઉન્ડ પર પરેડ કરવામાં આવી છે. આ સાથે પોલીસે ડોગ સ્ક્વોડ અને ઘોડેસવાર પરેડ યોજી હતી.
76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે ધ્વજવંદન કાર્યક્રમ. #RepublicDay
https://t.co/pEwDv7iSFG— Harsh Sanghavi (@sanghaviharsh) January 26, 2025
ધ્વજવંદન કર્યા બાદ હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું છે કે દેશના 76 ગણતંત્ર દિવસના સૌને અભિનંદન. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકર સહિતના અનેક લોકોએ દેશની આઝાદી માટે મહત્વનું યોગદાન આપ્યું છે. આજના દિવસને આપણા પૂર્વજો આપેલા બલિદાન યાદ કરવાનો દિવસ છે. દેશના રાજા અને મહારાજાએ પોતાના સર્વસ્વનું બલિદાન અખંડ ભારત માટે આપ્યું છે. ચોક્કસ રાજકીય નેતા દ્વારા સરદાર સાહેબને ભુલાવી દેવાનો પ્રયત્ન કર્યો છે. પણ દેશ તેમના બલિદાન ભૂલી શકે તેમ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ સૌથી ઊંચી પ્રતિમા બનાવી છે. હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે,25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યાં છે અને 12 કરોડ ઘરોમાં નલથી જળ મળે છે સાથે સાથે દેશમાં 13800થી વધુ જન ઔષધિ સ્ટોર ખુલ્યા છે. ડ્ર્ગ્સ મુદ્દે હર્ષ સંઘવીએ મહત્ત્વનું નિવેદન આપ્યું હતું, તેમણે કહ્યું કે, ડ્રગ્સમાં ગુજરાત પોલીસે 3 વર્ષમાં ઇતિહાસ રચ્યો છે,ડ્રગ્સ લઈને આવનારા પાકિસ્તાનીઓને જેલ હવાલે કરાયા છે,જેમાં 76થી વધુ પાકિસ્તાનીઓને જેલ હવાલે કરાયા છે.
સંબોધનમાં હર્ષ સંઘવીએ કહ્યું, આઝાદીના 75 વર્ષ વિતી ગયા તેમ છતાં કોઈ ગરીબ લોકો માટે પાકા મકાન બનાવવો વિચાર આવ્યો નહોતો. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત દેશનું પ્રથમ હેલ્થ કાર્ડ આપનારું રાજ્ય છે. રાજ્યના 74 ટકા ખેડૂતને દિવસે વીજળી આપવામાં આવી છે. આ વર્ષે વાઇબ્રન્ટ સમિટમાં 140 દેશમાં 61 હજાર પ્રતિનિધિ ભાગ લીધો છે. તેમજ આવનાર દિવસોમાં વધુ રોજગારી મળશે.