આવતીકાલે RR vs KKRનો મુકાબલો, જાણો બંનેનો હેડ ટુ હેડ રેકોર્ડ

RR vs KKR: રાજસ્થાન રોયલ્સ અને કોલકાતાની ટીમની આવતીકાલે મેચ છે. આ મેચનું આયોજન ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે. બંને વચ્ચે આ સિઝનમાં એક એક મેચ રમી છે. બંને ટીમને હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. પહેલી મેચમાં બંને ટીમને હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. જેના કારણે બંને ટીમ જીત માટે પ્રયત્ન કરશે. આવો જાણીએ હેડ ટુ હેડ રેકોર્ડ.

આ પણ વાંચો: આવતીકાલે RR vs KKR વચ્ચે મેચ, જાણો પીચ રિપોર્ટ

હેડ ટુ હેડ રેકોર્ડ
IPLમાં અત્યાર સુધીમાં રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે કુલ 30 મેચ રમાઈ છે. જેમાં બંને ટીમે 14 14 મેચમાં જીત મેળવી છે. 2 મેચ એવી છે કે જેનું પરિણામ નોટઆઉટ આવ્યું છે. ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમની બંને ટીમોના રેકોર્ડની વાત કરીએ તો, IPL 2024 માં રાજસ્થાન અને કોલકાતા વચ્ચે અહીં મેચ રમાઈ હતી. જેમાં વરસાદના કારણે કોઈ પરિણામ આવ્યું નથી.