સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજવંદન બાદ છૂટા હાથની મારામારી

ચિરાગ મેઘા, સાબરકાંઠા: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તાજેતરમાં યોજવા જઈ રહી છે તો બીજી તરફ આજે પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસ કાર્યાલય ખાતે થયેલા ધ્વજવંદન બાદ છૂટા હાથની મારામારીના પગલે જિલ્લામાં મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે. એક જ ગ્રુપના બે જૂથો વચ્ચે છુટા હાથની મારામારી થયા બાદ ઉચ્ચ કક્ષાએ થયેલી રજૂઆતના પગલે તાત્કાલિક ધોરણે સમજાવાથી ઘીના ઠામમાં ઘી ઠર્યું છે.
હાલમાં કોંગ્રેસમાં ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ હોવા છતાં સ્થાનિક કક્ષાએ સમજાવતી સમગ્ર મામલો થારે પડ્યો છે. ત્યારે આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લાના કોંગ્રેસના કાર્યકરો અને ટેકેદારોમાં આજની છુટા હાથની મારામારી ની અસર દેખાય તો નવાઈ નહીં.