December 9, 2024

Sensex Opening Bell: શેરમાર્કેટમાં કડાકો, સેન્સેક્સ 500 અંક ગગડ્યો, નિફ્ટી 23400ની નીચે

અમદાવાદઃ સોમવારે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 156.72 પોઈન્ટ ઘટીને 77,423.59 પર પહોંચ્યો હતો. નિફ્ટી 64.25 પોઈન્ટ ઘટીને 23,468.45 પર ટ્રેડ થઈ રહ્યો હતો. શરૂઆતના કારોબારમાં અમેરિકી ડૉલર સામે રૂપિયો 8 પૈસા વધીને 84.38 પર પહોંચ્યો હતો.

ધીરે ધીરે સેન્સેક્સ 500 પોઈન્ટ્સ ગગડ્યો ગયો, જ્યારે નિફ્ટી પણ 23400ની નીચે આવી ગયો હતો. ભારતીય બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો સોમવારે અર્નિંગ બીટ અને વિદેશી મૂડીના પ્રવાહની ચિંતાને કારણે ઘટ્યા હતા. જ્યારે ફેડરલ રિઝર્વના ચેરમેનના વ્યાજ દરમાં ઘટાડો ન હોવાના સંકેતે પણ સેન્ટિમેન્ટ પર ભાર મૂક્યો હતો.

વિદેશી ભંડોળના સતત આઉટફ્લો, આઇટી શેરોમાં વેચવાલી અને યુએસ બજારોના નબળા સંકેતોને કારણે સોમવારે શરૂઆતના વેપારમાં ઇક્વિટી બેન્ચમાર્ક ફરી ઘટ્યા હતા. સવારે 9:46 વાગ્યા સુધીમાં BSE સેન્સેક્સ 511 પોઈન્ટ ઘટીને 77,058 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 50,162 પોઈન્ટ ઘટીને 23,370 પર ટ્રેડ થઈ રહ્યો હતો.