શેરબજાર માટે મંગળકારી રહ્યો આજનો મંગળવાર
Stock Market Closing: આ મંગળવાર પણ શેર માર્કેટ માટે મંગળકારી રહ્યો છે. સવારે લાલ નિશાન સાથે ખુલતાની સાથે નિચલા લેવલ પર ખરીદારી પાછી આવવાના કારણે બજારમાં રોનક પાછી આવી છે. ઓટો અને આઈટી સ્ટોક્સમાં નેતૃત્વમાં બજારમાં તેજી જોવા મળી છે. આજનું બજાર બંધ થાય એ સમયે BSE સેન્સેક્સ 305 અંકના ઉછાળ સાથે 73,000ની ઉપર 73,095 અંક પર ક્લોઝ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનું નિફ્ટી 72 અંકના ઉછાળ સાથે 22,193 અંક પર બંધ થયું છે.
સેક્ટરની સ્થિતિ
આજના ટ્રેડમાં ઓટો, આઈટી, ફાર્મા, મેટલ્સ, રિયલ એસ્ટેટ, કંઝ્યુમર ડ્યૂરેબલ્સ, ઈન્ફ્રા હેલ્થકેર, બેકિંગ સેક્ટરના સ્ટોક્સમાં ખરીદારી જોવા મળી હતી, જ્યારે ઓઈલ એન્ડ ગેસ, એનર્જી. મીડિયા સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. આજના ટ્રેડમાં મિડકૈપ સ્ટોક્સમાં વેચવાલીના કારણે નિફ્ટીના મિડકૈપ ઈન્ડેક્સમાં ઘટાડા સાથે ક્લોઝ થયું છે. જ્યારે સ્મોલકૈપ સ્ટોક્સમાં ખરીદારીના કારણે સ્મોલ કેપ શેરમાં ઘટાડો જોવા મળ્યો હચોય સેન્સેક્સના 30 શેરમાંથી 23 શેરમાં તેજી જોવા મળી હતી. તો 7 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ 50 શેરમાં 29 શેરમાં તેજી અને 21 શેર ઘટાડા સાથે બંધ થયા હતા.
માર્કેટ વેલ્યૂ
મંગળવારના સેન્સેક્સમાં ભારતીય બજાર તેજીની સાથે બંધ થયું છે જ્યારે બજારની માર્કેટ કેપમાં ગચ સેશનના મુકાબલે ઘટાડો જોવા મળ્યો હતો. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટકૈપ 391.97 લાખ કરોડ રૂપિયા પર ક્લોઝ થયો છે. જે ગત સેશનમાં 392.05 લાખ કરોડ રૂપિયા રહ્યા છે. આજના ટ્રેડમાં રોકાણકારોની સંપતિમાં 8000 કરોડ રુપિયાનું નુકસાન થયું છે.