SL vs IND પિચ રિપોર્ટ, આવું રહેશે હવામાન
SL vs IND Pitch Report: ભારત હાલમાં ત્રણ મેચની T20I શ્રેણીમાં 2-0થી આગળ છે. ભારતે વર્ચસ્વ આ શ્રેણીમાં જોવા મળી રહ્યું છે. આ શ્રેણી ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર માટે ઘણી ખાસ છે. શ્રીલંકા અને ભારત વચ્ચે ત્રીજી અને છેલ્લી T20I મેચ આજના દિવસે રમાશે. આ મેચ પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે. સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખુબ ખાસ જોવા મળી રહ્યું છે. રવિવારે બીજી T20I મેચમાં શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું હતું.
SL v IND પિચ રિપોર્ટ
પલ્લેકેલે સ્ટેડિયમની પીચ પ્રથમ બે મેચમાં બેટ્સમેન માટે અનુકૂળ જોવા મળે છે. પલ્લેકેલેની સામાન્ય પિચથી થોડી અલગ જોવા મળે છે. આ મેદાનમાં સ્પિનરોને પણ અહીં મદદ મળે છે. જેમ જેમ મેચ આગળ વધે છે તેમ પિચ બોલરોને, ખાસ કરીને સ્પિનરોને મદદ કરે છે. જેના કારણે કેટલાક પ્રસંગોએ બેટ્સમેનોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે.
આ પણ વાંચો: બ્રોન્ઝની સાથે મનુ ભાકર-સરબજોત સિંહે દિલ પણ જીત્યું, શૂટિંગમાં ભારતને બીજો મેડલ
હવામાન અહેવાલ
30 જુલાઈના રોજ યોજાનારી મેચમાં ફરી વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. વરસાદની સંભાવનાઓ 23 ટકા છે. વાદળછાયું વાતાવરણ રહેવાની 97 ટકા સંભાવના છે. તાપમાન 22 ડિગ્રીની આસપાસ રહી શકે છે. ભારે પવન 33 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચશે. ભારે પવનના કારણે મેચ બદલાય શકે છે. બેટ્સમેન પવનની દિશા અનુસાર તેમના શોટ નક્કી કરી શકે છે.