સરકારે લીધેલા નિર્ણયથી અનેક પાટીદાર દીકરા-દીકરીઓને મળશે રાહત: નરેશ પટેલ

Rajkot: પાટીદાર અનામત આંદોલનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પાટીદાર આંદોલન વખતના કેસો પાછા ખેંચવામાં આવ્યા છે. પાટીદાર અનામત આંદોલન સમયના કેસ પાછા ખેંચવામાં આવ્યા છે એવો દાવો પાટીદાર આંદોલનના નેતા દિનેશ બાંભણીયાએ કર્યો છે. જે બાદ હવે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, હું ભુપેન્દ્રભાઈ પટેલનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું
રાજકોટ પાટીદારો પર થયેલા કેસ પરત ખેંચવાનો મામલે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનું નિવેદન આવ્યું છે તેમણે કહ્યું કે, આંદોલન સમયે પાટીદાર દીકરા દીકરીઓ પર કેસ રજીસ્ટર્ડ કર્યા છે. શરૂઆતથી જ ખોડલધામ દ્વારા અનામત આંદોલન સાથે જોડાયેલા આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે તાલમેલ સધાઈ તે બાબતના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આખરે રાજ્ય સરકાર અને ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા તમામ કેસો પરત ખેંચવામાં આવ્યા છે. હું ભુપેન્દ્રભાઈ પટેલનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું. સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી અનેક પાટીદાર દીકરા દીકરીઓને રાહત મળશે.
આ પણ વાંચો: પાટીદાર આંદોલન સમયના રાજદ્રોહ સહિતના ગંભીર કેસ રાજ્ય સરકારે પરત ખેંચ્યાનો દાવો