સુનિતા વિલિયમ્સના વતન મહેસાણાના ઝુલાસણમાં ફટાકડા ફોડીને ઉજવણી કરાઈ

મહેસાણા: અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મર 9 મહિના બાદ પૃથ્વી પરત આવ્યા છે. સવારે 03:27 કલાકે તટ પર યાન લેન્ડ થયું હતું. સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર પાછા ફરવામાં તેમને 17 કલાક લાગ્યા હતા. અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ મૂળ ગુજરાતના વતની છે. સુનિતા વિલિયમ્સના વતન મહેસાણાના ઝુલાસણમાં લોકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. સુનિતા વિલિયમ્સની પૃથ્વી પર વાપસી માટે ઝુલાસણ સહિત દેશભરના મંદિરોમાં પ્રાર્થના કરાઈ હતી.

બંને અવકાશયાત્રીઓ 8 દિવસના મિશન પર ગયા હતા. બંને અવકાશયાત્રીઓ 5 જૂન 2024એ મિશન પર ગયા હતા. બોઈંગ અને નાશાના 8 દિવસના સંયુક્ત મિશન પર ગયા હતા. બંને અવકાશયાત્રી ક્રૂ ફ્લાઈટ ટેસ્ટ મિશન પર ગયા હતા. થ્રસ્ટરમાં સમસ્યા બાદ મિશન 9 મહિના વધુ લંબાવવામાં આવ્યું હતું.