March 26, 2025

ભાવનગરમાં અર્બન હેલ્થ સેન્ટરમાં 8 મહિનાથી લિફ્ટ બંધ, સગર્ભા મહિલાઓ હેરાન

Bhavnagar News: સરકાર સ્વાસ્થ્ય ઉપર કરોડોનો ખર્ચો કરી રહી છે. ભાવનગરમાં સરકારના લાખો રૂપિયા વચેટિયાઓ ખાઈ જતા હોય તેમ લાગી રહ્યું છે. વડવા કુંભારવાડામાં 3.86 કરોડના ખર્ચે અર્બન હેલ્થ સેન્ટર પાંચ વર્ષ પહેલા બનાવવામાં આવ્યું છે. છેલ્લા 8 મહિનાથી લિફ્ટ બંધ છે. જેને કારણે સગર્ભા મહિલા અને વૃદ્ધ દર્દીઓને હાલાકી ભોગવી પડે છે.

આ પણ વાંચો: પોરબંદરમાં સતત બીજે દિવસે ડીમોલેશનની કામગીરી યથાવત

લેબર રૂમનો દરવાજો બંધ નથી થતો
અધૂરામાં પૂરું ગાયનેક વોર્ડ આ સેન્ટરમાં પહેલા માળે બનવામાં આવ્યો છે. સગર્ભા મહિલાઓએ પહેલા માળે આવેલ ગાયનેક વિભાગમાં ફરિજયાત દાદર ચડીને પ્રસૂતિ જવું પડે છે. લિફ્ટ બંધ હોવાના કારણે છેલ્લા સાત મહિનાથી લાખો રૂપિયાના ખર્ચે જર્મનીથી ઈમ્પોર્ટ કરેલા ડાયાલીસીસ મશીન પણ ધૂળ ખાઈ રહ્યા છે. હાલ તેનો ઉપયોગ હોસ્પિટલ સ્ટાફ કચરા ટોપલી અને ઝાડુ મુકવા માટે કરી રહ્યા છે. ગાયનેક વિભાગમાં આવેલ લેબર રૂમની જો વાત કરીએ તો લેબર રૂમનો દરવાજો બંધ નથી થતો. જેને કારણે પ્રસૂતિ સમયે સગર્ભા મહિલાને ક્ષોભ અનુભવતી હોય છે. છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરવા છતાંય લેબર રૂમના દરવાજાનું રીપેરીંગ કામ હાથ ધરવામાં નથી આવતું. સ્ત્રીને શકિત માનતી સરકારની આ તો કેવી નીતી? આગામી 16 તારીખે આ વોર્ડમાં પેટા ચૂંટણી થવા જઈ રહી છે. જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં આ વોર્ડની જનતા કોને મત આપે છે અને કોને હારનો હાર પેહરાવે છે.