વડોદરામાંથી વધુ 200 શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત, નવાયાર્ડ વિસ્તારમાં સર્ચ ઓપરેશન

વડોદરાઃ શહેરમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ઘુસણખોરીને લઈને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા પોલીસે નવાયાર્ડ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં 200થી વધુ શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે.

હાલ પોલીસે આ તમામ શંકાસ્પદોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરી છે. અત્યાર સુધીમાં પોલીસે 1700 લોકોનાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન કર્યા છે. વડોદરા શહેરમાંથી 14 જેટલા બાંગ્લાદેશી મળી આવ્યા છે. હાલ તમામની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ મામલે પોલીસની વિવિધ એજન્સીઓ તપાસ કરી રહી છે. બાંગ્લાદેશની બોર્ડર પર રહેતા 66 શખ્સો રડારમાં છે. વડોદરા પોલીસે છ કામચલાઉ ડિટેન્શન સેન્ટર શરૂ કર્યા છે. IB, ATS, CID અને અન્ય ગુપ્તચર એજન્સીઓ તપાસમાં સામેલ છે.