December 8, 2024

Valentines Week: ઘરની આ વસ્તુઓનો ઉપયોગ કરી વેલેન્ટાઈન માટે થાઓ તૈયાર

7 ફેબ્રુઆરીથી સમગ્ર દેશમાં વેલેન્ટેઈન વિક શરૂ થઈ રહ્યું છે. આ દરેક દિવસની પોતાની કંઈક અલગ જ ઓળખ છે. આ દિવસોમાં ચહેરો તો સુંદર રાખવો પડશે. તેની તૈયારી મોટા ભાગે ગર્લ્સ પાર્લરમાં જઈને છે, પરંતુ આજકાલની દોડધામ વાળી લાઈફમાં એવી પણ ઘણી મહિલાઓ હોય છે. જેની પાસે પાર્લરમાં જવાનો સમય રહેતો નથી. આવી મહિલાઓ પોતાની ઘરે જ વેલેન્ટાઈન માટે તૈયાર થઈ શકે છો.મલાઈ
ઘણા લોકોને ક્રીમનો સ્વાદ બિલકુલ પસંદ નથી હોતો, પરંતુ જો તમે વેલેન્ટાઈન ડે પહેલા કોમળ, ગ્લોઈંગ ચહેરો મેળવવા ઈચ્છો છો તો મલાઈને ચહેરા પર લગાવો. જેના કારણે ડાઘ દૂર થાય છે, મલાઈમાં રહેલું તેલ ચહેરા પર ભેજ લાવે છે અને ત્વચાને કોમળ બનાવે છે. રંગને સાફ કરવામાં મદદ કરે છે. ક્રીમમાં થોડી હળદર મિક્સ કરી તેને કોટન બોલ અથવા આંગળીની મદદથી આખા ચહેરા પર લગાવો. 10 મિનિટ રાખો અને પછી તેને નવશેકા પાણીથી ધોઈ લો.બેસન
ચણાનો લોટ, ચંદન, હળદર વગેરેના મિશ્રણથી ફેસ પેક તૈયાર કરો અને વેલેન્ટાઈન પહેલાં ઓછામાં ઓછા બે વાર તેનો ઉપયોગ કરો. જો તમે ઇચ્છો તો તમે આ ફેસપેકનો દરરોજ તમારા ચહેરા પર પણ લગાવી શકો છો. આ ફેસ પેકમાં ઉપયોગમાં લેવાતી તમામ સામગ્રી કુદરતી છે. તેથી તેનો દરરોજ ઉપયોગ કરવાથી પણ કોઈ આડઅસર થતી નથી.ગુલાબ જળ
જો તમને વેલેન્ટાઈન ડે પર ઈન્સ્ટન્ટ ગ્લો જોઈતો હોય તો તે દિવસે તૈયાર થતા પહેલા 2 થી 3 કોટન બોલ્સને ગુલાબજળમાં ડુબાડીને ફ્રીઝરમાં રાખો. થોડા સમય પછી આ કોટન બોલ્સથી તમારા ચહેરાને 10 થી 15 મિનિટ સુધી મસાજ કરો. ધ્યાન રાખો કે મસાજ કરતા પહેલા તમારો ચહેરો સંપૂર્ણપણે સાફ હોવો જોઈએ. આ ગુલાબજળની મસાજથી ચહેરા પર ચમક આવે છે.ફેસ સ્ક્રબ
વેલેન્ટાઈન ડેની આગલી રાત્રે ફેસ સ્ક્રબનો ઉપયોગ કરો. તમારી ત્વચાના પ્રકાર અનુસાર સ્ક્રબ પસંદ કરો. સ્ક્રબની માલિશ કરતી વખતે તમારા હાથને ચહેરા પર ‘ગોળ-ગોળ’ ફેરવો. સ્ક્રબ કરવાની આ સાચી રીત છે. સ્ક્રબ કર્યા પછી ત્વચાના પ્રકાર અનુસાર ફેસ પેક લગાવો અને 10 મિનિટ સુધી રાખ્યા પછી ચહેરો પાણીથી ધોઈ લો. તમે બીજા દિવસે જાગશો ત્યારે તમને તમારા ચહેરા પર કુદરતી ચમક જોવા મળશે.