September 8, 2024

શું આજે ભારતને સાતમો મેડલ મળશે?

Vinesh Phogat Medal Decision: સમગ્ર દેશ વિનેશ ફોગાટ કેસમાં કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS) પાસેથી ન્યાયની અપેક્ષા રાખી રહ્યું છે. આજે રાતે CAS વિનેશના કેસ પર પોતાનો નિર્ણય આપી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ નિર્ણય ભારતીય સમય અનુસાર રાત્રે 9.30 વાગ્યે આ નિર્ણય આવશે. વિનેશ ફોગાટના કેસને લઈને ત્રણ કલાક સુધી ચર્ચાઓ ચાલી રહી છે. વિનેશનો કેસ દેશના જાણીતા વકીલ હરીશ સાલ્વે સંભાળી રહ્યા હતા. જોકે, કેસની સુનાવણી પૂરી થયા બાદ CASએ વિનેશ ફોગાટ પાસેથી ત્રણ સવાલોના જવાબ માંગવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિનેશના જવાબના આધારે જ CAS પોતાનો નિર્ણય આપશે.

ગેરલાયક ઠેરવવામાં આવી
ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં 50 કિગ્રા રેસલિંગમાં શાનદાર પ્રદર્શન કરી રહી હતી. છેલ્લી ઓલિમ્પિકની ગોલ્ડ મેડલ વિજેતાને હરાવી અને પછી ક્વાર્ટર ફાઈનલ અને સેમીફાઈનલમાં મજબૂત જીત પ્રાપ્ત કરી હતી. આવી રીતે વિનેશ ફાઈનલમાં પહોંચી હતી. તેને ગોલ્ડ મેડલની અપેક્ષા હતી. પરંતુ તેની અપેક્ષામાં તેને નિરાશા મળી હતી. બધાને વિનેશ પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષા નિરાશામાં તબદીલ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: શું સચિન તેંડુલકર ફરીથી ક્રિકેટ રમશે?

સિલ્વર મેડલની અપેક્ષા
ફાઈનલના દિવસે વિનેશ ફોગાટને 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે ગેરલાયક જાહેર કરવામાં આવી હતી. આ પછી વિનેશે CASને અપીલ કરી હતી અને સિલ્વર મેડલની માંગણી કરી હતી. હવે CAS આજે પોતાનો નિર્ણય આપી શકશે. જો આજના દિવસે વિનેશને મેડલ મળે છે અને CAS વિનેશની અપીલને માને છે તો ભારતને સાતમો મેડલ હશે. આ વખતે જે મેડલ મળ્યા છે તેમાં ભારતે કુલ 6 મેડલ જેમાં 5 બ્રોન્ઝ અને 1 સિલ્વર મેડલ મળ્યા છે.