સ્માર્ટ વોચનો ઉપયોગ કરનારા લોકોને ડોક્ટરની ચેતવણી
સ્માર્ટ વોચનો ઉપયોગ લોકો પોતાના સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે કરે છે. પરંતુ
ડોક્ટરોનું માનીએ તો તેના પર સંપર્ણ વિશ્વાસ રાખવો ખતરનાક સાબિત થઇ શકે છે.
સ્માર્ટ વોચ દ્વારા પ્રાપ્ત ડેટ હંમેશા સટીક નથી હોતો.
ખોટા ડેટાના કારણે ખોટી સારવાર થઇ શકે છે.
સ્માર્ટ વોચ પર જરૂરીયાત કરતા વધુ નિર્ભર રહેવું તણાવ અને ચિંતાને જન્મ આપી શકે છે.
સ્માર્ટ વોચની બેટરી ખતમ થઇ જવા પર ઈમરજન્સીના સમયમાં ડેટા મળતો નથી.
લોકો સ્માર્ટ વોચ પર પોતાના વિશ્વાસના કારણે, ડોક્ટરો પાસેથી સલાહ લેવામાં મોડું કરે છે.
સ્માર્ટ વોચ સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે એક સારૂ ઉપકરણ છે પરંતુ તેને ડોક્ટરોની સલાહનો વિકલ્પ ન બનાવવું જોઇએ.
નિયમિત એક્સરસાઇઝ, સંતુલિત આહાર અને નિયમિત હેલ્થ ચેકઅપ સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે.
તેનો ઉપયોગ જવાબદારીપૂર્વક કરવો જોઇએ અને ડેટાની સટીક્તાને લઇ સચેત રહો.