શું સાચે જ દેડકા- દેડકીના લગ્ન કરવવાથી વરસાદ આવે છે?
કૃષિ પ્રધાન દેશ ભારતમાં સમયસર વરસાદ આવે તે ખુબ જ જરૂરી છે, વરસાદ માટે આપણા દેશમાં ઘણા પ્રકારના ટોટકા પણ કરવામાં આવે છે.
ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદ માટે ટોટકા કરવામાં આવે છે. ઘણી જગ્યાએ વિધિ-વિધાન સાથે દેડકાના લગ્ન કરાવાય છે.
ઘણા લોકોના મનમાં એવો સવાલ પણ આવતો હશે કે શું દેડકાના લગ્ન કરાવવાથી સાચે જ વરસાદ આવે છે.
જણાવી દઈએ કે વરસાદ માટે દેડકાના લગ્ન કરાવવા તે માત્ર એક ટોટકો છે વિજ્ઞાનનો તેની સાથે કોઈ સંબંધ નથી.
ભારતના ઘણા વિસ્તારોમાં એવું માનવામાં આવે છે કે જો બે દેડકાના લગ્ન કરાવી દેવામાં આવે તો તેનાથી ઈન્દ્ર દેવ પ્રસન્ન થાય છે.
હિંદુ ધર્મમાં ઈન્દ્ર દેવને વરસાદના દેવતા માનવામાં આવે છે. માન્યતા છે કે દેડકાના લગ્ન કરાવવાથી ઈન્દ્ર દેવ પ્રસન્ન થઈ તે વિસ્તારમાં વરસાદ કરાવે છે.
તમને જણાવી દઈએ કે દેડકાના લગ્ન દરમિયાન હિંદુ ધર્મની તમામ વિધિ કરવામાં આવે છે અને મહેમાનોને ભોજન પણ પિરસવામાં આવે છે.
લગ્નની વિધિ પૂર્ણ થયા બાદ દેડકાની જોડીને તળાવમાં છોડી દેવામાં આવે છે. માત્ર એટલું જ નહીં, જો વરસાદ સારો થાય તો તેમના છૂટાછેડા પણ કરાવાય છે.
દેડકાના છૂટાછેડા કરાવવા માટે પહેલા બે દેડકાને પકડવામાં આવે છે અને તેમને અલગ-અલગ તળાવમાં છોડી દેવામાં આવે છે. માનવામાં આવે છે કે આવું કરવાથી વરસાદ રોકાઈ જાય છે.
જણાવી દઈએ કે વરસાદ માટે દેડકાના લગ્ન માત્ર એક ટોટકો છે તેનો વિજ્ઞાન સાથે કોઈ સંબંધ નથી.