કંગના રનૌતના પરદાદા હતા કોંગ્રેસના ધારાસભ્ય
લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપે હિમાચલ પ્રદેશની મંડી સીટ પરથી કંગના રનૌતને ઉમેદવાર બનાવ્યા છે.
વર્ષ 2006માં કંગનાએ પોતાની પ્રથમ ફિલ્મ ગેંગસ્ટરથી બોલિવૂડમાં શરૂઆત કરી હતી.
તેમનો જન્મ 3 માર્ચ 1987માં થયો થયો હતો અને પ્રારંભિક શિક્ષા બાદ કંગના દિલ્હીથી અભ્યાસ કર્યો છે.
કંગનાના પિતા અને દાદા રાજનીતિમાં સક્રિય રહ્યા નથી પરંતુ તેના પરદાદા વિધાનસભાના સદસ્ય રહી ચૂક્યા છે.
કંગનાના પરદાદા સ્વ. સરજૂ સિંહ રનૌત કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડીને વિધાનસભા પહોંચ્યા હતા
હાલમાં કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતેએ કંગના રનૌત વિશે એક પોસ્ટ કરી છે જેનાથી વિવાદ સર્જાયો છે.
સુપ્રિયાએ કંગનાની તસવીર સાથે વાંધાજનક પોસ્ટ શેર કરી જે બાદ ભાજપે તેનો સખત વિરોધ કર્યો છે.
કંગના રનૌત એક ફિલ્મ માટે 21 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.એક અનુમાન અનુસાર કંગના રનૌતની ટોટલ નેટવર્થ 90થી 95 કરોડ છે.