જાણો ક્યાં ક્યાં મુખ્યમંત્રી જઇ ચૂક્યા છે જેલમાં

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની ED એ ધરપકડ કરી લીધી છે.

હેમંત સોરેનને ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. જોકે ધરપકડ પહેલા તેમણે મુખ્યમંત્રીનું પદ છોડી દીધુ હતું.

ચારા ઘોટાળામાં લાલુ યાદવને જેલમાં જવાનો વારો આવ્યો હતો. જેના પછી તેમની પત્ની રાબડી દેવી સીએમ બની હતી.

તમિલનાડુની પૂર્વ સીએમ જે જયલલિતાને પણ હાઇ પ્રાફાઇલ ભ્રષ્ટાચાર મામલામાં જેલમાં જવું પડ્યું હતું.

હરિયાણાના પૂર્વ સીએમ ઓમ પ્રકાશ ચૌટાલા પણ શિક્ષક ભરતી ઘોટાળામાં ફસાયા હતા અને તેમને પણ જેલમાં જવું પડ્યું હતું.

ઝારખંડના પૂર્વ સીએમ મધુ કોડા પોતાના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચારના આરોપ અંતર્ગત જેલમાં ગયા હતા.

આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ટીડીપી સુપ્રિમો ચંદ્રબાબુ નાયડૂને મની લોન્ડરિંગ મામાલામાં જેલમાં જવાનો વારો આવ્યો હતો.

ઝારખંડના પૂર્વ સીએમ અને હેમંત સોરેનના પિતા શિબૂ સોરેનને પણ અંગત સચિવની હત્યાના આરોપમાં જેલમાં જવું પડ્યુ હતું.