રશ્મિકા મંદાના આજે 5 એપ્રિલ 2024ના રોજ પોતાનો 24મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. નેશનલ ક્રશ તરીકે ફેમસ રહેલી રશ્મિકા મંદાનાએ 9 વર્ષ પહેલા સાઉથ ફિલ્મ ‘કિરિક પાર્ટી’થી ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી હતી.

‘પુષ્પા’ એક્ટ્રેસ રશ્મિકાને બોલિવૂડમાં સૌથી વધુ પોપ્યુલેરિટી ફિલ્મ ‘એનિમલ’થી મળી હતી, જેમાં તે રણબીર કપૂર સાથે નજર આવી હતી.

સાઉથ ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રીનો જન્મ 5 એપ્રિલ, 1996 એ કર્ણાટકના વિરાજપેટમાં જન્મેલી રશ્મિકાએ આમ તો વર્ષ 2016માં ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી હતી.

રશ્મિકાએ સાઈકોલોજીમાં બેચલર્સ પત્રકારિતા અને ઈંગ્લિશ લિટરેચલમાં અભ્યાસ કર્યો હતો. એક જાણકારી અનુસાર, રશ્મિકા એક ફિલ્મ માટે 3-5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, રશ્મિકા મંદાનાની ટોટલ નેટવર્થ લગભગ 45 કરોડ રૂપિયાની આસપાસ છે.

ફિલ્મ પુષ્પા બાદથી રશ્મિકા મંદાનાને નેશનલ ક્રશ કહેવામાં આવતી હતી. રશ્મિકા બીટીએસની ફેન છે અને તે શકીરાની સાથે-સાથે જસ્ટિન બીબરનું મ્યૂઝીક પણ ખુબ જ પસંદ છે.

રશ્મિકા 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગીતા ગોવિંદ’માં હતી જેમાં તેની સાથે વિજય દેવરકોંડા નજર આવ્યો હતો. જેની સાથે હાલમાં તેનું અફેર હોવાની ચર્ચા ચાલી રહી છે