શું બંધ થશે અશ્નીર ગ્રોવરની UPI એપ?
UPI એપ પર સંકટના વાદળો જોવા મળી રહ્યા છે. કોર્પોરેટ બાબતોના મંત્રાલયે ઓનલાઈન UPI પેમેન્ટ એપ અને ફિનટેક કંપની BharatPeને નવી નોટિસ મોકલી છે. જેના કારણે યુપીઆઈને લઈને લોકોના મનમાં સવાલો થવા લાગ્યા છે.
લોકોને શંકા
ઓનલાઈન પેમેન્ટ અને બેંકિંગ એપ Paytm પર વિવાદ હજુ પણ ચાલી રહ્યો છે. ત્યારે હવે ભારત પેને પણ નવી નોટિસ મળી હોવાનું સામે આવ્યું છે. કોર્પોરેટ બાબતોના મંત્રાલયે ઓનલાઈન UPI પેમેન્ટ એપ અને ફિનટેક કંપની BharatPeને નવી નોટિસ જારી કરવામાં આવી હતી. સરકારની એક પછી એક કાર્યવાહી કરી રહી છે. ત્યારે લોકોને શંકા છે કે શું UPI બંધ થશે?
નોટિસ કેમ મળી?
મળતી માહિતી અનુસાર નોટિસમાં સરકારે કંપની પાસેથી તેના ફાઉન્ડર અશ્નીર ગ્રોવર વિરુદ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી વિશે માહિતી માંગી છે. કોર્પોરેટ મંત્રાલયે કંપની પાસેથી એશનીર ગ્રોવર વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા ક્રિમિનલ કેસમાં કોર્ટમાં રજૂ કરેલા પુરાવા વિશે કંપની પાસેથી માહિતી માંગી છે. તમને જણાવી દઈએ કે આ મામલાની તપાસ લગભગ બે વર્ષથી ચાલી રહી છે.
આ પણ વાચો: Shark Tank Indiaમાં આવી AI હાઇડ્રોજન કાર
ભારતપેનું શું કહેવું છે?
આ વિશે ફિનટેક કંપની BharatPeએ આ અંગે નિવેદન જાહેર કર્યું છે. કંપનીનું કહેવું છે કે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (આરઓસી) એ એક પત્ર મોકલ્યો છે. જેમાં કેટલીક વધારાની માહિતી માંગવામાં આવી છે. માંગવામાં આવેલી આ માહિતી ચાલુ તપાસનો એક ભાગ ગણવામાં આવી રહ્યો છે. 2022ની શરૂઆતથી જ આ વિવાદ ચાલી રહ્યો છે. તેના સ્થાપક પર અયોગ્ય ભાષાનો ઉપયોગ કરવાનો અને કોટક ગ્રૂપના કર્મચારીને નાયકા IPOમાં ફાળવણી ન મળવા પર તેને ધમકી આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ વિવાદ પછી, અશ્નીર ગ્રોવરે BharatPe ના મેનેજિંગ ફાઉન્ડર (MD) ના પદ પરથી રાજીનામું આપી દીધું હતું પરંતુ કંપનીએ તેમના નેતૃત્વ હેઠળ થયેલી નાણાકીય કાર્યનું ફોરેન્સિક ઓડિટ શરૂ કર્યું હતું. તપાસ બાદમાં કંપનીએ અશ્નીર ગ્રોવર સામે સિવિલ કેસ દાખલ કર્યો હતો.
આ પણ વાચો: Delhi: ડિવાઈસ કરશે કેન્સરના દર્દીનું ડિટેક્શન, AIIMSમાં AIથી ઈલાજ