May 14, 2024

તમારા પેટની સાથે ચહેરાને પણ નિખારે છે 1 પપૈયું…

આપણા શરીરની તમામ સમસ્યાઓના ઈલાજ માટે આપણી પહેલી પસંદગી ઘરેલુ નુસ્કા હોય છે. જેમાં આપણે મસાલાઓથી લઈને ફળ-ફુલનો ઉપયોગ કરીએ છીએ. આજે એક એવા જ ફળની વાત તમારી સાથે કરવી છે. પપૈયું એક એવુ ફળ છે જે તમારા પેટથી લઈને ચહેરા સુધીની તમામ સમસ્યા માટે ઉપયોગી છે. પપૈયાની છાલને આપણે હાથ અને ચહેરા પર લગાવીએ છીએ. જેના કારણે ચહેરા પર ચમક આવે છે.પપૈયાની છાલ અને તેની વચ્ચે રહેલા ભાગને આપણે સમાન્ય રીતે ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ તમારા ચહેરા અને હાથની સ્કિનને આ છાલથી વધારે ગ્લોઈ બનાવી શકાય છે. તો આજે અમે તમને આ પપૈયાની છાલ અને વધારાના ભાગમાંથી બનતા મેજીકલ ફેસપેકની રીત જણાવીશું. જેના ઉપયોગથી તમારા ચહેરા પરનો નિખાર ચાર ગણો વધી જશે. 

પપૈયા અને ચોખાના લોટનો ફેસપેક

પપૈયું તમારા સ્વાસ્થયની સાથે-સાથે સ્કિન માટે પણ ઘણું ફાયદાકારક છે. શરીરમાં પાણીની ઉણપથી લઈને પેટ સાફ કરવા માટે પણ ઘણું ઉપયોગી છે. પપૈયું ચહેરા પર લગાવવાથી તમારી સ્કિન મોસ્ચરાઈઝ રહે છે અને ટેનિગ ઓછી થાય છે. જો તમારી સ્કિન ખુબ જ ડ્રાય હોય તો આ ફેસમાસ્ક ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. ફેસમાસ્ક બનાવવાની સામગ્રી

– પપૈયાની છાલની પૈસ્ટ = 4 ચમસી

– ચોખાનો લોટ = 2 ચમચી

બનાવવાની રીત

– સૌથી પહેલા બંને વસ્તુને એક કટોરીમાં નાખીને મિક્ષ કરો.

– જો તમને આ પેક વધારે જાડુ લાગતુ હોય તો તેમાં થોડું પપૈયું અથવા મધ એડ કરી શકો છો.

– આ માસ્કને 10 મિનિટ માટે ચહેરા પર લગાવો.

– 10 મિનિટ બાદ તમારા ચહેરાને નોર્મલ પાણીથી ધોઈ નાખો.પપૈયા અને બેસનનો ફેસપેક

આપણા ઘરેલુ નુસ્કાઓમાં ચણાનો લોટ સૌથી પહેલા હોય છે. આથી જ્યારે વાત પપૈયા અને ચણાના લોટની થાય ત્યારે બંનેના ગુણનો ફાયદો તમારા ચહેરા પણ જોવા મળશે. ચણાનો લોટ તમારા ચહેરા પર આવતા વધારાના ઓઈલને અટકાવે છે. આ ઉપરાંત સ્કિનને સાફ રાખે છે. પિમ્પલથી પડતા ડાઘાને ઘટાડે છે. પપૈયા અને બેસનનું ફેસપેક ઓયલી સ્કિન માટે ખુબ જ ઉપયોગી છે. તો ચાલો આ ઓઈલ કંટ્રોલ ફેસપેકને બનાવીએ. 

સામાગ્રી

– પપૈયાના છાલની પૈસ્ટ = 3 ચમચી

– બેસન = 2 ચમચી

– પાણી = જરૂરીયાત મુજબબનાવવાની રીત

– એક નાની કટોરીમાં તમામ વસ્તુઓને મિક્ષ કરો.

– જો જરૂર જણાય તો તેમાં પાણી ઉમેરો.

– આ માસ્કને ચહેરા પર 8થી 10 મિનિટ માટે રાખો.

– માસ્ક સુકાઈ જાય એટલે તેને ધોઈ નાખો

આ તમામ ફેસપેક લગાવવાથી થોડા સમય માટે ચહેરા પરના પોર્સ ખુલી જતા હોય છે. આથી તમે જ્યારે પણ ફેસપેક લગાવો ત્યારે ગરમ પાણીથી ચહેરો સાફ કરવાને બદલે એકદમ સાદા નોર્મલ પાણીથી ચહેરો સાફ કરવો.