મઢડામાં સોનલ માતાજીનાં 101માં જન્મોત્સવની કરાઈ ભવ્ય ઉજવણી
Sonal Maa: જૂનાગઢના કેશોદ તાલુકાના મઢડા ખાતે આઈ શ્રી સોનલ માઁ ની 101 મી જન્મજયંતિની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે. પોષ સુદ બીજ સોનલ બીજ તરીકે ઓળખાય છે. મઢડા ખાતે આ દિવસે હજારોની સંખ્યામાં ચારણ ગઢવી સમાજ આઈ શ્રી સોનલ માઁના દર્શનાર્થે આવે છે. આ દિવસે વહેલી સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ છે. સવારે યજ્ઞ, શોભાયાત્રા, રાસગરબા અને રાત્રીના સંતવાણીના કાર્યક્રમો યોજાય છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાય છે.
આ પણ વાંચો: આરોપીની જેમ દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે પાટીદાર આગેવાનોએ તંત્રને પડકાર્યું, કાર્યવાહી નહીં તો લડતના મંડાણ
લોકોની ભીડ જોવા મળે
આઈ શ્રી સોનલ માઁ નું જીવન ધર્મ, સામાજીક સેવા અને રાષ્ટ્ર સેવા માટે સમર્પિત હતું, ચારણ સમાજનો સાહિત્ય અને લોક સાહિત્યના સર્જનમાં યોગદાન નો ગૌરવવંતો ઇતિહાસ છે. આઈ શ્રી સોનલ માઁ ના 51 નીતિ સુત્રો, આદેશો યુવા પેઢી માટે સંસ્કારની પ્રેરણા સમાન છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના વરણના લોકો આઈ શ્રી સોનલ માઁને માને છે. લોકોને શ્રદ્ધા એટલી છે કે આખું વર્ષ દરમિયાન અહિંયા લોકોની ભીડ જોવા મળે છે.