December 31, 2024

થર્ટી ફર્સ્ટ પૂર્વે ગુજરાત-રાજસ્થાનની બોર્ડર પર કરાઈ રહ્યું છે સઘન ચેકિંગ

31 December 2024: થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને પોલીસ એલર્ટ જોવા મળી રહી છે. ગુજરાત-રાજસ્થાનની બોર્ડર પર સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શામળાજી રતનપુર બોર્ડર પર ડોગની મદદથી વાહન તપાસ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો:31 ડિસેમ્બર પહેલા વડોદરામાં બુટલેગરો સક્રિય થયા, 200 પેટી વિદેશી દારૂ ઝડપાયો

બુટલેગરો સક્રિય બન્યા છે
દારૂના કેસ માટે ટ્રેઈન કરાયેલ ડોગ સ્કવોડની મદદથી તપાસ કરાઈ રહી છે. અરવલ્લી જિલ્લામાં 29 ચેકપોસ્ટ પર 250 પોલીસ જવાનો તૈનાત કરાયા છે. દારૂની હેરાફેરી કરનાર બુટલેગરો પર તવાઈ બોલવા માટે પોલીસ તૈયાર હોય તે પ્રકારની કામગીરી કરાઈ રહી છે. દારૂની હેરાફેરી અટકાવવા ચુસ્ત વાહન તપાસ કરાઈ રહ્યા છે કારણ કે નવું વર્ષ આવવાના કારણે બુટલેગરો સક્રિય બન્યા છે. છેલ્લા 15 દિવસમાં પોલીસે 3 કરોડથી વધુનો દારુ ઝડપ્યો છે. છેલ્લા બે દિવસમાં કોમ્બિંગ દરમિયાન 101 દારૂના કેસ કરાયા છે.