રાજકોટથી જમ્મુ-કાશ્મીર ફરવા ગયેલા 17 પ્રવાસીઓ હજુ પણ પરત નથી ફર્યા, જુઓ યાદી

રાજકોટ: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં 28 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમજ અનેક લોકો ઘાયલ થયા છે. ત્યારે જમ્મુ-કાશ્મીરમાં તણાવની સ્થિતી વચ્ચે પ્રવાસીઓ ત્યાંથી પોતાના વતન પરત ફરી રહ્યા છે. ત્યારે રાજકોટથી જમ્મુ-કાશ્મીર ફરવા ગયેલા 17 પ્રવાસીઓ હજુ પણ પરત ફર્યા નથી.

શ્રીનગરની હોટેલમાં જ ફસાયેલા રાજકોટના પ્રવાસીઓ પરત ફરે તેવી શક્યતાઓ છે. તમામને તેમની અનુકૂળતા મુજબ ફલાઇટ સહીત અન્ય સગવળતાઓ પહોંચાડવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર સત્તત પ્રવાસીઓના સંપર્કમાં છે.

જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા પ્રવાસીઓની યાદી

  1. કુલદીપસિંહ નકુમ
  2. રુચિ નકુમ
  3. રાજદિપસિંહ વાઘેલા
  4. વૈશાલીબા વાઘેલા
  5. જગદિપ રસિકલાલ પારેખ
  6. નીતાબેન જગદીશ પારેખ
  7. મહેન્દ્રભાઈ એમ. મહેતા
  8. મયુરીબેન. એમ. મહેતા
  9. નીરવ રમેશભાઈ આચાર્ય
  10. કિંજલબેન નીરવભાઈ આચાર્ય
  11. જ્ઞાનેશ નિરવભાઈ આચાર્ય
  12. તીર્થ નિરવભાઈ આચાર્ય
  13. હેત મનોજભાઈ માંકડ
  14. હિતેશ કતીરા
  15. હિતેશભાઈના માતા
  16. મૃદુલા કતીરા (પત્ની)
  17. રોનક કતીરા (પુત્ર)