September 20, 2024

Paris Olympics 2024: 20 વર્ષની Ramita Jindalનું સપનું તૂટી ગયું

Ramita Jindal: પેરિસ ઓલિમ્પિક 2024ના ત્રીજા દિવસે (29 જુલાઈ) ભારતીય ખેલાડીઓ એક્શનમાં જોવા મળી રહ્યા છે. રમિતા જિંદાલ મહિલાઓની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટની ફાઇનલમાં ભાગ લીધો હતો. રમિતાની સાથે આઠ શૂટર્સ ફાઇનલમાં ભાગ લઈ રહ્યા હતા. જ્યાં તે સાતમા સ્થાને હતી. રમિતાએ કુલ 145.3 માર્ક્સ મેળવ્યા છે.

રમિતાનું ફાઇનલમાં પ્રદર્શન:
પ્રથમ શ્રેણી: 10.3, 10.2, 10.6, 10.9, 10.5, કુલ: 52.5 પોઈન્ટ
બીજી શ્રેણી: 10.4, 10.1, 10.7, 10.6, 9.7, કુલ: 51.5 પોઈન્ટ્સ
બાકીના ચાર શોટ: 10.4, 10.5, 10.2, 10.2, કુલ: 41.3 પોઈન્ટ

ક્વોલિફિકેશન રાઉન્ડમાં પાંચમા સ્થાને
20 વર્ષની રમિતા ક્વોલિફિકેશન રાઉન્ડમાં પાંચમા સ્થાને રહી હતી. રમિતાએ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં 60 શોટ્સમાં 631.5 માર્ક્સ પ્રાપ્ત કર્યા હતા. રમિતાએ પ્રથમ શ્રેણીમાં 104.3, બીજી શ્રેણીમાં 106.0, ત્રીજીમાં 104.9, ચોથીમાં 105.3, પાંચમી શ્રેણીમાં 105.3 અને છઠ્ઠી શ્રેણીમાં 105.7 અંક મેળવ્યા હતા. ભારતની ઈલાવેલિન વાલારિવાને પણ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. પરંતુ તે ક્વોલિફાય થઈ શકી ન હતી. વાલારિવન 630.7 પોઈન્ટ સાથે 10મા ક્રમે છે.

આ પણ વાંચો: Olympics 2024: કોણ છે મનુ ભાકર? જાણો તેમની સંઘર્ષભરી સફર…

કોણ છે રમિતા જિંદાલ
હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના લાડવા બ્લોકની રહેવાસી રમિતા એકાઉન્ટ્સની વિદ્યાર્થીની છે. તેણે પોતાની વિસ્તારથી જ શૂટિંગની સફર શરૂ કરી હતી. રમિતાના પિતા અરવિંદ જિંદાલ ટેક્સ સલાહકાર છે. વર્ષ 2016માં રમિતાને તેના પિતાની જગ્યાએ કરણ શૂટિંગ રેન્જમાં લઈ જવામાં આવી હતી. આ પછી તેને રમતને લઈ પ્રેમ વધ્યો. 20 વર્ષની રમિતાએ વર્ષ 2022માં જુનિયર ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ રમિતાએ હેંગઝોઉ એશિયન ગેમ્સમાં પણ બે મેડલ જીત્યા હતા.

શૂટિંગમાં ભારતનો મેડલ વિજેતા (ઓલિમ્પિક)

1. રાજ્યવર્ધન સિંહ રાઠોડ

સિલ્વર મેડલ: એથેન્સ (2004)

2. અભિનવ બિન્દ્રા

ગોલ્ડ મેડલ, બેઇજિંગ ઓલિમ્પિક્સ (2008)

3. ગગન નારંગ

બ્રોન્ઝ મેડલ: લંડન ઓલિમ્પિક્સ (2012)

4. વિજય કુમાર

સિલ્વર મેડલ: લંડન ઓલિમ્પિક્સ (2012)

5. મનુ ભાકર
બ્રોન્ઝ મેડલ: પેરિસ ઓલિમ્પિક્સ (2024)