July 2, 2024

જુઓ જે.એમ. તન્ના હાઈસ્કૂલના 25માં વાર્ષિક ઉત્સવનું LIVE પ્રસારણ

કડીયાદરા: ઇડર તાલુકના કડિયાદરા ગામની શ્રી જે એમ તન્ના હાઇસ્કૂલમાં વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુનિયર કે.જીના બાળકોથી લઇને ધોરણ-12 સુધીના વિદ્યાર્થીઓએ ઉજવણી કરી. શાળાના આચાર્ય દીપકભાઇ ચૌધરી, જગદીશભાઇ દવે અને શાળાના સ્ટાફ દ્વારા કડીયાદરા કેળવણી મંડળ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરાયા. આ સિવાય વિદ્યાર્થીઓએ સ્ટેજ પર વિવિધ પ્રકારના ડાન્સ પરફોર્મંશ કર્યા હતા. ઇડર તાલુકના કડિયાદરા ગામની શ્રી જે એમ તન્ના હાઇસ્કૂલમાં વાર્ષિક ઉત્સવમાં ગ્રામજનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વાર્ષિક ઉત્સવમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. શાળાના 25માં વાર્ષિક ઉત્સવમાં વિદ્યાર્થીઓએ અલગ-અલગ પ્રસ્તુતી રજૂ કરી હતી.

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ થયા ખુશ
શ્રી જે.એમ.તન્ના હાઈસ્કૂલના 25માં વાર્ષિક ઉત્સવનું સોશિયલ મીડિયા મારફતે લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેને જોઇ હાઇસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ હરખાયા હતા. પોતાની માતૃસંસ્થાનો લાઇવ વીડિયો જોઇ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાની જૂની યાદો તાજા કરી હતી.

ઉલ્લેખનિય છે કે, ઇડર તાલુકના કડિયાદરા ગામની શ્રી જે એમ તન્ના હાઇસ્કૂલ વર્ષ 1955 કાર્યરત છે અને અત્યાર સુધીમાં આ શાળામાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચુક્યા છે સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાલમાં પણ પોતાની આ માતૃસંસ્થ સાથે જોડાયેલા છે. તો આજે 25માં વાર્ષિક ઉત્સવનો લાઇવ વીડિયો જોઇ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયામાં પોતાના સંસ્મરણો યાદ કર્યા હતા.