October 24, 2024

કૃષ્ણનગરમાં મહિલાના વેશમાં કરી હતી 26 કિલો ચાંદીની લૂટ, આખરે 2 પકડાયા

મિહિર સોની, અમદાવાદ: કૃષ્ણનગરમાં મહિલાના વેશમાં લૂંટ કરનાર ગેંગના 2 આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. લાલભાઈ જવેલર્સની દુકાન બહારથી મહિલાના કપડામાં લૂંટારાઓએ 26 કિલો ચાંદીની લૂંટ કરી હતી. આરોપીએ પોલીસની બચવા મહિલાનો સ્વાંગ ધારણ કર્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી નીતિન છારા અને રાકેશ છારાની લૂંટ કેસમા ધરપકડ કરવામાં આવી છે. આ બન્ને આરોપી રીઢા ગુનેગાર છે. અને ગુનો કરી પોલીસના હાથે પકડાય નહિ માટે આરોપી એ લૂંટ કરવા મહિલાનો વેશ ધારણ કરી લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો. જેમાં ક્રાઇમ બ્રાન્ચ બાતમીના આધારે બન્ને આરોપી ઝડપી લઈ 18 કિલો ચાંદીના દાગીના સાથે પકડી લીધા છે. ધટના 9 ઓક્ટોમ્બર નાં રોજ કૃષ્ણ નગર નાં સરદાર ચોક માં આવેલા લાલ ભાઈ જવેલર્સ ની દુકાને આગળ એક્ટિવા ની આગળ ભાગે રાખેલ ચાંદી દાગીના ભરેલ લૂંટ થઈ હતી. એક્ટિવા માં રહેલા 23 લાખથી કિંમતના 26 કિલો ચાંદીના દાગીના લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.

પકડાયેલ આરોપી ની પૂછપરછ માં વોન્ટેડ આરોપી દિવ્યાંગ રાઠોડ લૂંટ કરવા ગયા તે સમયે ટુ વ્હીલર ચલાવતો હતો. જેમની પાછળ આરોપી નીતિન છારા અને રાકેશ છારા બેઠા હતા. ત્યારે આરોપી રાકેશ છારા એ મહિલા નો વેશ ધારણ કરી ચાંદીના દાગીના ભરેલ બેંગ લૂંટી હતી. બાદમાં ત્રણેય ફરાર થઈ ગયા હતા. ચાંદીના દાગીના વેચવા માટે સોની દુકાનમાં જાય તે પહેલાં જ ક્રાઇમ બ્રાન્ચ નાં હાથે ઝડપાઈ ગયા. સાથે જ ત્રણેય આરોપી લૂંટના મુદ્દામાલ એક સરખે ભાગ કરવાનો હતો.

ત્રણેય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં આરોપી નીતિન વિરુદ્ધ ચોરી ,લૂંટ નાં અમદાવાદ, સુરત , રાજકોટ ,મુંબઈ અને પુના માં ગુના નોંધાઈ ચુક્યા છે. આરોપી રાકેશ છારા વિરુદ્ધ ચોરી અને લૂંટના મહેસાણા, નડિયાદ, અમદાવાદ અને કડીમાં ગુના નોંધાયા છે. ત્યારે, વોન્ટેડ ફરાર આરોપી દિવ્યાંગ રાઠોડનાં અમદાવાદમાં પાંચ જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે વોન્ટેડ આરોપી પકડવા શોધખોળ શરૂ કરી છે.