કચ્છની ધરા ધ્રુજી, 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો
Earthquake: ફરી એક વખત કચ્છની ધરા ધ્રુજી છે. કચ્છમાં ભૂકંપનો આંચકો નોંધાયો છે. કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકા આવતા રહે છે. ત્યારે હવે કચ્છમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. જોકે લખપતથી 76 કિમી દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્ર નોંધાયું છે. સવારે 10.44 વાગ્યે ભૂકંપનો આંચકો નોંધાયો છે.
મળતી માહિતી અનુસાર ગાંધીનગર સ્થિત ISR એ જણાવ્યું હતું કે, આંચકો સવારે 10.44 વાગ્યે નોંધવામાં આવ્યો હતો અને તેનું કેન્દ્ર લખપતથી 76 કિલોમીટર ઉત્તર-ઉત્તર પૂર્વમાં હતું. જિલ્લામાં આ મહિનામાં 3 થી વધુની તીવ્રતાની આ બીજો ભૂકંપ છે. ISR (Institute of Seismological Research) અનુસાર, 7 ડિસેમ્બરે જિલ્લામાં 3.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. ગત મહિને 18 નવેમ્બરે કચ્છમાં 4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.
આ પણ વાંચો: PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP