October 16, 2024

અમદાવાદમાં સોનાના બિસ્કિટની ખરીદીના બહાને છેતરપિંડી કરતી ગેંગના 3 આરોપીઓ ઝડપાયા

મિહિર સોની, અમદાવાદ: નકલી આંગડિયા પેઢી બનાવીને સરદારજીના વેશમાં અનુપમ ખેરના ફોટોની નકલી નોટો દ્વારા સોનાના બિસ્કિટની ખરીદીના બહાને છેતરપિંડી કરતી ગેંગના 3 આરોપીઓ ઝડપાયા હતા. જેલમાંથી છૂટ્યા બાદ આરોપીઓએ ઠગાઈનું ષડ્યંત્ર રચ્યું હતું.

ઠગાઈ કેસમાં ધરપકડ કરી
ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા આરોપી દીપક રાજપૂત , નરેન્દ્ર ઉર્ફે નંદુ જાદવ અને કલ્પેશ મહેતાની ઠગાઈ કેસમાં ધરપકડ કરી છે. આરોપીએ 24 સપ્ટેમ્બરના રોજ સિજી રોડ પર આવેલી લક્ષ્મી જ્વેલર્સમાં સરદારજીનો વેસ્ટ ધારણ કરી ગ્રાહક બની પહોંચ્યા હતા. તેઓ 2 કિલો 100 ગ્રામ ખરીદવાનું કહીને આનંદ મંગલ કોમ્પ્લેક્સમાં પટેલ કાંતિલાલ મદનલાલ એન્ડ કંપનીના બોગસ પેઢીમાં ડિલિવર કરવાનું જણાવ્યું હતું. જેથી મેહુલ બુલિયન વેપારીએ પોતાના કર્મચારીને રૂપિયા 1.60 કરોડના સોનાના બિસ્કીટ ડિલિવરી આપવા પહોંચ્યો હતો.

સોનાના બિસ્કીટ લઈને ફરાર
આ ગેંગ દ્વારા અનુપમ ખેરના ફોટા વાળી 500 ના દર કલર પ્રિન્ટ વાળી નીકળી નોટોના બંડલ પધરાવી સોનાના બિસ્કીટ લઈને ફરાર થઈ ગયા હતા. જે અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીગુનો નોંધાયો હતો. જે બાદ ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ અને હ્યુમન ત્રણ આરોપી ધરપકડ કરી છે. તેમની પાસે થી 1.37 કરોડના 18 નંગ સોના બિસ્કીટ જપ્ત કર્યા છે. જ્યારે 500 ના દરની 300 નકલી નોટ અને 3 મોબાઈલ કબજે કર્યા છે.

આ પણ વાંચો: દશેરાના 2 દિવસ પહેલા તંત્રની આંખ ખુલી, રાજ્યભરમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી

ઠગાઈનું ષડયંત્ર રચ્યું
આ ઠગાઈ કેસનો માસ્ટર માઇન્ડ દીપક રાજપૂત છે. તેની વિરુદ્ધ અગાઉ વાડજ ,પાલડી ,વડોદરા ,છોટા ઉદેપુર અને રાજસ્થાનમાં આ રીતના ગુના નોંધાયા છે. આ ઠગાઈની મોડ્સ ઓપરેન્ડી વાત કર્યે તો આરોપી દીપક ,નરેન્દ્ર અને કલ્પેશ જુદા જુદા ગુનામાં વડોદરાની જેલમાં સજા કાપી રહ્યા હતા. તે સમયે આરોપી દીપકે પૈસા કમાવવા માટે એક મોટું ઠગાઈનું ષડયંત્ર રચ્યું હતું તેમાં નરેન્દ્ર અને કલ્પેશને સામેલ કર્યા હતા.

જ્વેલર્સને ટાર્ગેટ કરવાનું નક્કી
આ ત્રણે આરોપીઓ જેલમાંથી છૂટ્યા બાદ ઠગાઈ કરવા માટે એક પ્લાનિંગ કર્યું હતું. સી.જી રોડ પર ધટના 3 દિવસ પહેલા એક દુકાન ભાડે રાખી બોગસ આંગડિયા પેઢી શરૂ કરી હતી. ત્યાર બાદ જુદા જુદા જવેલસ ની રેકી કરી હતી. જેમાં લક્ષ્મી જ્વેલર્સને ટાર્ગેટ કરવાનું નક્કી કર્યું હતું. મુખ્ય આરોપી દીપક સરદારજીનો વેશ ધારણ કરી લક્ષ્મી જ્વેલર્સમાં સોનુ ખરીદવા પહોંચ્યો હતો. તેની સાથે અન્ય વોન્ટેડ આરોપી વિજેન્દ્ર ભટ્ટર દીપકના પિતાના ભૂમિકા ભજવી હતી. ત્યારે આરોપી દીપક સાથે આરોપી ભુપેશ સુરતી તેનો પી.એ બન્યો હતો.

નકલી નોટ પ્રિન્ટ કરાવી
જ્વેલર્સમાં ગ્રાહક તરીકે આરોપી ટોળકી એ જવા માટે ગાડી પણ ભાડે લીધી હતી. જેથી કોઈને પણ શંકા ન જાય..એટલું જ નહિ સોનાની ડિલિવરીની સોદો કરવા માટે તેઓ સી.જી રોડ પર આવેલા એક પ્રિન્ટિંગ પ્રેસમાં અનુપમ ખેરના ફોટો વાળી 500 નાં દરની નોટો છપાવી હતી..તેઓ પ્રિન્ટિંગ પ્રેસના માલિકને કહ્યું હતું કે એક ગુજરાતી ફિલ્મના શૂટિંગમાં ગેંગસ્ટર ના રોલ ભજવનારને નોટો ઉડાડવા માટે નકલી નોટ જોઈતી હોવાનું કહીને આ નકલી નોટ પ્રિન્ટ કરાવી હતી..આ ટોળકી 1.60 કરોડ નાં સોના ની ઠગાઈ કરી હતી.

બાઈક પર ફરાર થઈ ગયા
પકડાયેલ આરોપી માં કલ્પેશ મહેતા જે ડિઝાઇનર એક્સપર્ટ છે. આરોપી એ જ નકલી નોટ ડિઝાઇન નક્કી કરી હતી તેમજ એસબીઆઇ બેંક ની પટ્ટીઓ બનાવી હતી. આ ઠગ ટોળકીને ડિલિવરી આપવા આવેલ મેહુલ બુલિયનના કર્મચારીને આરોપી એ 1.30 નકલી નોટો બતાવી હતી. જ્યારે 30 લાખ લઈ ને આવે છે તેવું કહીને બાઈક પર ફરાર થઈ ગયા હતા. આરોપી દીપક જુદા જુદા રાજ્યોમાં નાસ્તો ફરતો હતો. તેઓ 3 સોનાનાં બિસ્કીટ અંદર ભાગ પાડ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઠગાઈ કેસમાં ભુપેશ સુરતી, વિજેન્દ્ર ભટ્ટર, અરવિંદ ડામોર અને અરવિંદનો મિત્ર પ્રભુ નામના ચાર આરોપી હજી ફરાર છે. ત્યારે ચારેય આરોપી પકડવા ક્રાઇમ બ્રાન્ચે ચક્રોગતિમાન કર્યા છે.