December 23, 2024

પાલનપુરમાં મહેશ્વરી પેપર મીલના ટાંકામાં સફાઈ કરવા ઉતરેલા 3 શ્રમિકોનું ગૂંગળામણથી મોત

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: પાલનપુર ડીસા હાઈવે પર આવેલી પેપર મિલમાં ગત રાત્રે ગેસ ગળતરની ઘટના બની હતી અને જેમાં ત્રણ શ્રમિકોના મોત થયા હતા પેપર મિલના ટાંકામાં સફાઈ કરવા ઉતરેલા શ્રમિકોનું ગૂંગળામણથી મોત થયું હતું, જોકે સમગ્ર ઘટનાને લઈને પાલનપુર પોલીસે અત્યારે તો એડી દાખલ કરી છે અને પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ ધોરણસરની કાર્યવાહી થશે.

પાલનપુર ડીસા હાઈવે પર મહેશ્વરી પેપર મીલમાં ગત રાત્રે ગૂંગળામણથી ત્રણ મજૂરોના મોત થયા હતા અને બે મજૂરોની હાલત ગંભીર બની હતી પોલીસ અને ડોક્ટરનું માનવું છે કે પેપરમીલમાં જે ટાંકી આવેલી હતી અને ટાંકી સફાઈ કરવા ત્રણ મજૂરો અંદર ઉતાર્યા હતા. જેમનું ગૂંગળામણથી મોત થયું હતું, જ્યારે અન્ય બે શ્રમિકો તેમને બચાવી લીધા હતા, પરંતુ તેઓ ટાંકીમાં ન પડવાને કારણે બેભાન થયા હતા અને ગંભીર હાલતમાં પાલનપુર સિવિલમાં સારવાર હેઠળ લવાયા હતા ત્યારે પાલનપુર તાલુકા પોલીસે મૃતદેહના પીએમ કરી અને અત્યારે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી છે જોકે મૃતકોના પીએમ રિપોર્ટ આવ્યા બાદ અને પોલીસ તપાસ બાદ વધુ કાર્યવાહી થશે.

તો શ્રમિકોનાં મોતનો સ્પષ્ટ પણે બેદરકારી દાખવનાર પેપરમીલનો માલિક પોતાનો બચાવ કરતો નજરે પડ્યો હતો અને કહ્યું હતું કે પેપરમીલ ઘણા દિવસથી બંધ હતી અને પેપરમીલ ચાલુ કરવાની હોય તેમાં સફાઈ બાકી હતી, જ્યારે આ શ્રમિકો સફાઈ કરવા માટે ટાંકીમાં ઉતર્યા ત્યારે તે કદાચ ગરમીને કારણે બેભાન થઈ ગયા છે અને તેમનું મોત થયું હશે. જોકે પોતાની બેદરકારી સ્વીકારવાને બદલે તે પણ મિલનો માલિક છટકબારી શોધવાના પ્રયત્નો કરી રહ્યો છે, પરંતુ સ્પષ્ટ બેદરકારીના ભાગરૂપે પેપરમીલના માલિકની બેદરકારીથી આ ત્રણ શ્રમિકોના મોત થયા તે ચોક્કસ બાબત છે ત્યારે પોલીસ તપાસ બાદ અને પીએમના રિપોર્ટ બાદ કયા પ્રકારની કાર્યવાહી થશે તે જોવું રહેશે.