November 25, 2024

પાકિસ્તાનમાં ન્યૂમોનિયા બન્યો શેતાન, શાળામાં જાહેર કરાઈ રજાઓ

પાકિસ્તાન: “ટાઢે બોવ કરી”… પહેલાના સમયમાં તમે સાંભળ્યું હશે કે ટાઢ પડશે તો બિમારી દુર થઈ જશે. પરંતુ સમય બદલાતા ઠંડીએ પણ રંગ બદલી દીધા છે. હવે આ એ ઠંડી રહી નથી કે જેના કારણે તમારું સ્વાસ્થ્ય સુધરી જાય. બીમારીઓની સીઝન આવી હોય તેમ મોટા ભાગના લોકો બિમાર પડી રહ્યા છે. ત્યારે પાકિસ્તાનના પંજાબમાં ભારે ઠંડીના કારણે ઓછામાં ઓછા 36 બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે બાળકોના મોત વધારે ઠંડી પડવાના કારણે ન્યુમોનિયા થતા થયા છે. 36થી વધારે બાળકોના મોત થતા આજ સવારની પ્રાર્થના કરવા પર શાળાઓમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ઓછામાં ઓછા 36 બાળકોના મોત થયા
31 જાન્યુઆરી 2024 સુધી પ્રાર્થના સભાઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય પાકિસ્તાનના પંજાબમાં કરવામાં આવ્યો છે. આ નિર્ણય પ્રાંતમાં 36 બાળકોના મૃત્યુ ઉપરાંત શાળાના બાળકોમાં ન્યુમોનિયાના કેસોની સંખ્યામાં વધારાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાનના પંજાબ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર બાળકોના મોત થવાના કારણે અને ન્યૂમોનિયાના કેસનો વધારો થતા તેને ધ્યાનમાં રાખીને 31 જાન્યુઆરી સુધી રજા જાહેર કરી દેવામાં આવી છે.

આ પણ વાચો: ભૂકંપથી હચમચી ગયું પાકિસ્તાન, ડરથી લોકોના હાલ બેહાલ

શાળાઓની હાલત ખરાબ
પાકિસ્તાની મીડિયાએ આપેલી માહિતી અનુસાર ગરીબીને કારણે શાળાઓની હાલત પહેલાથી જ ખબાર જોવા મળી રહી છે. પાકિસ્તાનમાં રહેતા બાળકોને શાળાએ જવું મુશ્કેલ છે. જોકે અહિંયા એ પણ વાત છે કે અહીં સાક્ષરતા દર પણ ઓછો છે. બાળકો કદાચ શાળાએ પહોંચી પણ જાઈ તો એ કહી ના શકાય કે આ બાળક ઉચ્ચ અને ઉચ્ચતર માધ્યમિક વર્ગ સુધી પહોંચી શકશે કે નહીં. કારણ કે મોટા ભાગની અહીંની છોકરીઓ ઉચ્ચ અને ઉચ્ચતર માધ્યમિક વર્ગ સુધી પહોંચી શકતી નથી.

ગયા વર્ષે પંજાબમાં ન્યુમોનિયાથી મોત
ગયા વર્ષની વાત કરવામાં આવે તો પાકિસ્તાનના પંજાબમાં ન્યુમોનિયાને કારણે 990 બાળકોના મોત થયા હતા. પંજાબ પ્રાંતના કાર્યકારી મુખ્યમંત્રી મોહસીન નકવીએ બાળકોને ન્યુમોનિયાથી બચાવવા માટે નિવારક પગલાં પણ લીધા હતા. જેમાં મુખ્યમંત્રીએ વરિષ્ઠ ડોકટરો સાથે ન્યુમોનિયાને લઈને ચર્ચા કરી હતી. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં શૈક્ષણિક વર્ષ સપ્ટેમ્બર મહિનામાં શરૂ થાય છે અને જૂનના અંત સુધી ચાલે છે. અહિંયા સાપ્તાહિક રજા રવિવારે નથી હોતી, તેની જગ્યાએ સાપ્તાહિક રજા શુક્રવારે હોય છે.

આ પણ વાચો: ઇઝરાયેલ હમાસ યુદ્ધમાં માર્યા ગયેલા પત્રકારોને લઈને IDFએ કર્યો મોટો દાવો

ગુજરાતમાં નલિયા બન્યું ઠંડુગાર
ગુજરાતના હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ગુરુવારે ઠંડીનો પારો એકાએક ગગડતા નલિયા ઠંડુગાર બની ગયું હતું. ગુજરાતમાં 14 અને 15 તારીખે ભારે ઠંડી પડવાની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજયમાં અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં ઠંડી પડી રહી છે. હજુ પણ આ વિસ્તાર ટાઢો પડી શકે છે. અમદાવાદ, મહેસાણામાં પણ ઠંડીમાં વધારો થયો છે.