કચ્છમાંથી 37 ગ્રામ કોકેઇન પકડાયો, 37 લાખના જથ્થા સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા

કચ્છ: કચ્છમાંથી ફરી એકવાર કોકેઇનનો જથ્થો પકડાયો છે. કચ્છમાંથી 37 ગ્રામ કોકેઇનનો જથ્થો મળી આવ્યો હતો. પશ્ચિમ કચ્છ SOG અને મુંદરા પોલીસે 2 આરોપીને 37 લાખના કોકેઇન સાથે ઝડપી પાડ્યા હતા.
પોલીસે બાતમીના આધારે રેઇડ કરી હતી. રેડ કરી ગેરકાયદેસર માદકપદાર્થ કોકેઈનના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે બન્ને આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે.