June 30, 2024

Bhavnagarના બોરતળાવમાં 5 બાળકીઓ ડૂબી, 4ના મોત એક સારવાર હેઠળ

ભાવનગર: થોડાક દિવસ અગાઉ નર્મદામાં ડૂબી જવાના કારણે એક જ પરિવારના સાત લોકોના મોત નીપજ્યા હતા. ત્યારે હાલ ભાવનગરના બોર તળાવમાં પાંચ બાળકીઓની ડૂબી જવાની ઘટના સામે આવી છે. જેમાથી ચારના મોત થયા છે. જ્યારે ડૂબી રહેલી એક બાળકીને બચાવવા જતા એક બાદ એક પાંચેય બાળકીઓ ડૂબી ગઇ હતી. જોકે, હાલ એક બાળકી સારવાર હેઠળ છે.

મળતી માહિતી અનુસાર ભાવનગરના બોરતળાવમાં પાંચ બાળકીઓની ડૂબી જવાની ઘટના સામે આવી છે. જેમાથી ચારના મોત થયા છે. જ્યારે ડૂબી રહેલી એક બાળકીને બચાવવા જતા એક બાદ એક પાંચેય બાળકીઓ ડૂબી ગઇ હતી. જોકે, હાલ એક બાળકી સારવાર હેઠળ છે. હાલ પરિવારમાં શોકનો માહોલ છે.

આ પણ વાંચો: આજે અમદાવાદમાં KKR અને SRH વચ્ચે મહામુકાબલો

મળતી માહિતી અનુસાર આજે બપોરના સમયે ભાવનગરના બોરતળાવમાં 5 બાળકી ડૂબી હતી. જેમાં પાંચ બાળકીઓ અને એક બાળક ડૂબી જતા ચકચાર મચી ગઇ હતી. સ્થાનિક વિસ્તારના બાળકો કપડાં ધોવા અને નાહવા બોરતળાવના કાંઠે ગયા હતા. જે દરમિયાન બાળકીઓ ડૂબી જવાની ઘટના બની હતી. સ્થાનિક લોકોએ પાંચ કિશોરીઓને બહાર કાઢી હોસ્પિટલ ખસેડી હતી. જેમાંથી ચારના મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે. એક હાલ સારવાર હેઠળ છે.