હર્ષ સંઘવીએ વધુ 51 બસને લીલી ઝંડી આપી
તાપી: રાજ્ય સરકાર દ્વારા વધુ ૫૧ બસો મુસાફરોની સેવામાં આપવામાં આવી છે. ગુજરાત એસ.ટી. આજે વિકાસના પ્રેરક મુકામ પર પહોંચી છે. છેલ્લાં બે વર્ષમાં GSRTC માં અનેક અત્યાધુનિક બસોનું લોકસેવામાં ઉમેરો કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર રાજ્ય સરકાર દ્વારા વધુ ૫૧ બસો મુસાફરોની સેવામાં આપવામાં આવી છે. ત્યારે હર્ષ સંઘવી આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા છે. જેને લઇને તેમણે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરી છે. ટ્વિટ કરતા તેમણે લખ્યું છે કે જાહેર પરિવહન તરીકે અવિરત પ્રગતિના પંથે ચાલી રહેલી ગુજરાત એસ.ટી. આજે વિકાસના પ્રેરક મુકામ પર પહોંચી છે. છેલ્લાં બે વર્ષમાં GSRTC માં અનેક અત્યાધુનિક બસોનું લોકસેવામાં ઉમેરણ થયું છે.
રાજ્ય સરકાર દ્વારા વધુ ૫૧ બસો મુસાફરોની સેવામાં અર્પણ !
🔸 જાહેર પરિવહન તરીકે અવિરત પ્રગતિના પંથે ચાલી રહેલી ગુજરાત એસ.ટી. આજે વિકાસના પ્રેરક મુકામ પર પહોંચી છે. છેલ્લાં બે વર્ષમાં GSRTC માં અનેક અત્યાધુનિક બસોનું લોકસેવામાં ઉમેરણ થયું છે.
🔸 તાપી જિલ્લા સોનગઢ ખાતે મુસાફરોની… pic.twitter.com/lIFu0iVjiZ
— Harsh Sanghavi (@sanghaviharsh) January 20, 2024
વધુમાં કહ્યું કે તાપી જિલ્લા સોનગઢ ખાતે મુસાફરોની પરિવહન સરળતા માટે વધુ ૫૧ નૂતન બસોને લોક સેવાર્થે અર્પણ કરી. આ બસોથી મુસાફરોની સુવિધામાં વધારો થશે એટલું જ નહીં વિકાસલક્ષી પ્રગતિના નવા રસ્તાઓ પણ ખુલશે.