તાપીમાં 7 વર્ષની છોકરી સાથે 60 વર્ષીય વૃદ્ધે આચર્યુ દુષ્કર્મ, ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ

તાપી: તાપીમાં 7 વર્ષની છોકરી સાથે 60 વર્ષીય વૃદ્ધે દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી ગયો છે. સાત વર્ષની બાળા આરોપીની દુકાને કોઈ વસ્તુ લેવા ગઇ હતી. તે દરમિયાન આરોપીએ બાળાને પેપ્સી આપવાના બહાને પોતાના ઘરમાં પહેલા માળે લઈ જઇ દુષ્કર્મ આચર્યું હતું.

છોકરી રડતી પોતાના માતા-પિતાને ઘરે જઈ વાત કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. નિઝર પોલીસે ગણતરીના કલાકોમાં 60 વર્ષીય આરોપી દશરથ પાડવીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.