અમદાવાદનો આજે 614મો સ્થાપન દિવસ, વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં જાહેર થયેલું ભારતનું પ્રથમ શહેર

Ahmedabad Birthday 2025: અમદાવાદનો આજે 614મો સ્થાપન દિવસ છે. અમદાવાદની સ્થાપના 614 વર્ષ પહેલાં બાદશાહ અહેમદ શાહે કરી હતી. આજે ગુજરાતમાં સૌથી મોટું શહેર અમદાવાદ છે. અમદાવાદ સાબરમતી નદીના કિનારે વસેલું છે. શહેરનું નામ સુલતાન અહેમદ શાહના નામ પરથી રાખવામાં આવ્યું હતું. ગાંધીનગર પહેલા અમદાવાદ ગુજરાતનું પાટનગર હતું. શહેરનો પાયો વર્ષ 1411માં નાંખવામાં આવ્યો હતો.
ભારતનું સૌથી મોટું સાતમું શહેર
અમદાવાદ એટલે ગુજરાતનું સાંસ્કૃતિક, આર્થિક અને ભારતનું સૌથી મોટું સાતમું શહેર છે. અમદાવાદની સૂરત હાલ બદલી ગઈ છે. અમદાવાદને “ભારતનું માન્ચેસ્ટર” તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2017માં અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સીટીમાં સ્થાન મળ્યું છે. અમદાવાદ શહેરને 11મી સદી આસપાસ આશાવલ અથવા આશાપલ્લી તરીકે ઓળખાતું હતું.
આ પણ વાંચો:જામનગરમાં કાશી વિશ્વનાથના 132 વર્ષ જૂના મંદિરમાં શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરાઈ
AMC દ્વારા કરાશે ઉજવણી
અમદાવાદના 614મો સ્થાપના દિવસ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ ઉજવણી કરવામાં આવશે. ણેકચોક ખાતે પુષ્પ અર્પણ અને તેની સાથે એલિસબ્રિજ ખાતે ધ્વજ પૂજા કરવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદની સૂરત બદલાઈ છે. ભારતના વિકાસશીલ શહેરોમાં અમદાવાદનું નામ આવે છે. મદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ કેટલીક પોળને હેરિટેજમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે.