December 22, 2024

અકસ્માતમાં મોતને ભેટેલા 7 મિત્રોની અંતિમ યાત્રામાં કુબેરનગર હિબકે ચઢ્યું

મિહિર સોની, અમદાવાદ: ઉદયપુરથી અમદાવાદ પરત ફરી રહેલા કુબેરનગર વિસ્તારના આઠ મિત્રોનો ગમખ્વાર અકસ્માત સર્જાયો. હિંમતનગર નજીક એક પાર્ક કરેલા ટ્રેલર પાછળ પુરપાટઝડપે આવી રહેલી ઇનોવા કારમાં ઘુસી ગઈ. જે ઇનોવા કારમાં સવાર આઠ મિત્રો જ હતા. જે તમામ 20 થી 28 વર્ષની ઉંમરના હતા.

જે અકસ્માતમાં સાત મિત્રોના ઘટના સ્થળે કારમાં જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એક મિત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયો છે. અકસ્માતની આ ગંભીર ઘટના અંગે જાણ થતા જ સ્થાનિક ફાયર બ્રિગેડ ની ટીમે કારમાંથી તમામ મૃતદેહો બહાર કાઢી ઓળખ કરવાની કામગીરી શરૂ કરી હતી. જેમાં આઠે મિત્રો કુબેરનગર વિસ્તારમાં અલગ અલગ સોસાયટીમાં રહે છે.

મિત્ર વર્તુળ બે દિવસ અગાઉ ઉદયપુર ફરવા ગયા હતા. બાદમાં ઘરે પરત ફરતા આકસ્માત સર્જાયો. સાતેય મિત્રોની અંતિમ યાત્રા કાઢી હતી. જ્યાં કુબેરનગર વિસ્તાર અને સિંધી સમાજ શોકમાં ગરકાવ થયો છે. ત્યારે સામાજિક આગેવાનોએ પણ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા વેપારીએ એક દિવસનો બંધ પાડવા આહવાન કરતા દુઃખ વ્યક્ત કર્યો હતું. સાથે જ બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ ન કરવા પણ સલાહ આપી હતી.