પોરબંદરમાં સમુદ્ર તરણ વખતે 80 વર્ષના વૃદ્ધનું હાર્ટએટેક આવતા મોત
Porbandar: પોરબંદરના દરિયામાં ભારતની એક અનોખી રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધા યોજવામાં આવી છે. જેમા દેશભરના લોકો ભાગ લેતો હોય છે. આ આયોજન છેલ્લા 23 વર્ષ શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પણ બે દિવસ આ સ્વિમિંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. પોરબંદરમાં સમુદ્ર તરણ વખતે વૃદ્ધનું મોત નીપજ્યું છે. જેઓ અમદાવાદના હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર પોરબંદરમાં સમુદ્ર તરણ વખતે 80 વર્ષના વૃદ્ધને હાર્ટ એટેક આવ્યા બાદ મોત નીપજ્યું હતું. તેમનુ નામ ઇલયાજ મોસેસ સતમકર છે. પોરબંદરની ચોપાટી ખાતે સ્વિમિંગ કરતા સમયે આ ઘટના બની હતી. તેઓ પોરબંદરમાં આયોજિત સમુદ્રી તરણમાં ભાગ લેવા આવ્યા હતા.
આ પણ વાંચો: બુમરાહ મેચ વચ્ચે થયો ઈજાગ્રસ્ત, વીડિયો થયો વાયરલ