December 25, 2024

8000 ટૂરિસ્ટનું રેસ્ક્યુ- 4 લોકોના મોત, 223 રસ્તા બંધ… હિમાચલમાં હિમવર્ષાથી ટ્રાફિક જામની પરિસ્થિતિ

Himachal Pradesh: ક્રિસમસની ઉજવણી વચ્ચે હિમાચલ પ્રદેશના લોકપ્રિય પર્યટન સ્થળો હિમવર્ષાને કારણે બરફથી ઢંકાઈ ગયા છે. જોકે, જેને કારણે પ્રવાસીઓના વધારો થયો છે. જેથી હિમાચલના શિમલા, કુલ્લુ, મનાલી વગેરે શહેરોમાં લાંબા ટ્રાફિક જામ થાય છે. એટલું જ નહીં સ્થિતિ એવી બની કે કુલ્લુના ધુંડી અને મનાલી-લેહ હાઈવે પર અટલ ટનલના ઉત્તરી અને દક્ષિણ દરવાજા પર લગભગ 1500 વાહનો બરફમાં ફસાઈ ગયા. આ વાહનોને બચાવવા માટે એક મોટું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

બરફના વધતા જતા સંચયને કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી, જેના કારણે ટ્રાફિક જામ અને અવરજવરમાં સમસ્યા સર્જાઈ હતી. મનાલી ડીએસપી કેડી શર્માએ જણાવ્યું હતું કે, ‘સોમવારે બપોરે 2 વાગ્યે શરૂ થયેલ બચાવ કામગીરી આખી રાત ચાલુ રહી, જેમાં પોલીસ કર્મચારીઓએ લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે સબ-ઝીરો તાપમાનમાં અથાક મહેનત કરી. બીજા દિવસે સવારે 10 વાગ્યા સુધીમાં તમામ વાહનોને બહાર કાઢવામાં આવ્યા હતા અને ફસાયેલા તમામ 8,000 પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા. ભારે હિમવર્ષાને કારણે મનાલી-લેહ હાઈવે પર વાહનોની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી, જેના કારણે મુસાફરોને વિલંબ અને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. હિમાચલ પ્રદેશમાં વાહન સ્લીપ થવાને કારણે અલગ-અલગ અકસ્માતોમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત ઓછામાં ઓછા 223 રસ્તાઓ બંધ થઈ ગયા છે.

આ પણ વાંચો: હાડ થીજવતી ઠંડી વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી